મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ... વડિયા કુંકાવાવ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s5x3hk2ki7i4yia9/" left="-10"]

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ… વડિયા કુંકાવાવ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી


મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ...
વડિયા કુંકાવાવ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારે ગરમીના બફારા બાદ બોપરે વાતાવરણ માં પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડીબાંગ વાદળો થી ઘેરાયું હતું
ગાજવીજ સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. હાલ વડિયા કુંકાવાવ તોરી રામપુર ખાન ખીજડીયા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મનભરીને વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
વડિયા કુંકાવાવ વિસ્તારમાં ધોધમાર વરસાદ થી ખેતરો પાણી પાણી થઇ ગયા છે બીજી તરફ શહેર માં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણ માં ઠંડક પ્રસરતા લોકોમાં ગરમીથી રાહત તેમજ ગ્રામ્યવિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે...
રીપોર્ટ.. અજય રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]