પંડિત દીનદયાળ આવાસ યોજના-2024 - At This Time

પંડિત દીનદયાળ આવાસ યોજના-2024


👉(1) આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક પછાતવર્ગ તથા વિચરતી વિમુકત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમના નામે પોતાની માલિકીનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મળેલ હોય તેવા ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

👉(2) કેવી જમીન હોય તો મકાન બાંધકામની સહાય મળી શકે ?

(1) સ્વ માલિકીનો પ્લોટ/ ઘરથાળની જમીન

(2) વારસાઈથી પ્રાપ્ત કરેલ જમીન ધરાવનાર

(3) રાવળા હક્કની અને ઇનામી જમીનના કાયદા હેઠળ મિલકત ધરાવનાર

👉(3) આ યોજનાનો લાભ કઈ રીતે મળી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર જઇને પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ ભરવું પડે અને તેમાં જણાવ્યાનુસાર આધારો રજુ કરવાના રહે.

👉(4) આ યોજનાનો લાભ લેવા માટે કેવા આધાર પુરાવા જોડવા પડે ?

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના આધાર પુરાવા જોડવા પડે.

(1) ગ્રામ પંચાયતનું આકારણી પત્રક

(2) બાંધકામ રજા ચિઠિ

(3) જાતિ તથા આવકના સક્ષમ સત્તાધિકારીના દાખલા

👉(5) આ યોજનાનમાં સહાયનું ધોરણ શું હોય છે ? સહાય એક સામટી મળે ?

આ યોજના હેઠળ કુલ રૂ.1.20 લાખ સહાય મળે છે. સહાય ત્રણ હપ્તામાં મળે. જેમાં પ્રથમ હપ્તો રૂ.40,000/- (વહીવટી મંજુરીના હુકમ સાથે) બીજો હપ્તો રૂ.60,000/- (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) તથા ત્રીજો હપ્તો રૂ. 20,000/- (શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી) મળી શકે છે.

👉(6) બીજો હપ્તો/ત્રીજો હપ્તો મેળવવા માટે શું કરવું પડે

બીજો હપ્તો મેળવવા માટે (1) અરજીપત્રક તથા (2) મકાન લીન્ટલ લેવલે પહોંચ્યા સુધીનો ફોટોગ્રાફ

👉(7) શું મકાન તૈયાર હોય તો સહાય મળી શકે ?

ના, અગાઉથી તૈયાર થયેલ મકાન ઉપર સહાય મળી શકે નહીં.

👉(8) શૌચાલય માટે અલગથી સહાય મળે?

હા, શૌચાલય સહાય માટે રૂ.12,000/- તથા મનરેગા હેઠળ રૂ.16920/- મળી કુલ રૂ.1,48,920/- સહાય મળવાપાત્ર થાય છે. મનરેગા તથા શૌચાલયનો લાભ ગ્રામ પંચાયત મારફત તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહેશે.

👉(9) આ યોજના માટે કોઇ અગ્રતા નું ધોરણ અખત્યાર કરવામાં આવેલ છે. હા, સહાયની અરજીનું ધોરણ નીચે મુજબ છે.

(1) વિચરતી-વિમુક્ત જાતિ (2) અતિપછાત (3) વધુ પછાત (4) વિધવા મહિલા

👉(10) મકાન બાંધકામ પૂર્ણ થાય એટલે કઇ કાર્યવાહી કરવાની રહે?

ઓવર્શીયરનું મકાનની અંદાજીત કિંમત સાથેનું મકાન પૂર્ણ થયા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે અને મકાન ઉપર નિયત નમુના મુજબ તકતી લગાવવાની રહે છે.

👉(11) આવાસ બાંધકામ માટે કોઇ ટોચમર્યાદા નક્કી કરવામાં આવેલ છે.હા, ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.7. લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 10.લાખ મકાનની ટોચ મર્યાદા કિંમત નક્કી થયેલ છે.

👉(12) આ યોજના હેઠળ તૈયાર મકાન પુરા પાડવામાં આવે છે ?

ના, મકાન બાંધકામ કરવા માટે જ સહાય મળવાપાત્ર છે.

👉(13) મકાન બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા શું હોય છે.

મકાન બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા બે વર્ષ છે.


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.