ત્રણ તાલુકામાં વરસાદ, સૌથી વધુ લખતર તાલુકામાં સવા ઈંચ

ત્રણ તાલુકામાં વરસાદ, સૌથી વધુ લખતર તાલુકામાં સવા ઈંચ


- જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી- કપાસ, એરંડા, જુવાર, મગ, મઠ જેવા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘાવી માહોલ છવાતા મેઘરાજાએ ત્રણ તાલુકાને ભીંજવી દીધા હતા. જિલ્લાનાં પાટડી, ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં ગુરૂવારની સવારે વરસાદ પડંયો હતો. લખતર તાલુકામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ પડયો હતો. આ અંગેની વધુ વિગત એવી છેેકે,હવામાન વિભાગની હળવા-મધ્યમ વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં ગઈકાલે વરસાદ પડયો હતો. સાંજના ૬ વાગ્યા સુધીમાં પાટડી તાલુકામાં ૪ મી.મી, ધ્રાંગધ્રા તાલુકામાં-૧૨ મી.મી., અને લખતર તાલુકામાં ૩૧ મી.મી એટલે કે સવા ઈંચ જેટલો વરસાદ પડયો હતો. લખતર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સવારનાં છ વાયા આસપાસ વરસાદ શરૂ થયો હતો. છેલ્લા ઘણા દિવસથી વરસાદ ન થતા અસહ્ય ગરમી અનુભવતા લોકોમાં વરસાદથી આનંદ છવાયો હતો. નિચાણ વાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા. વરસાદ વરસતા કપાસ, એરંડા, જુવાર, મગ, મઠ જેવા પાકોને જીવનદાન મળ્યુ છે. તેથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »