પ્રદુષણ ઓછું થાય તે રીતે કોલસો વાપરીને પાવર પ્લાન્ટ ચલાવી શકાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/coal-is-only-alternate-for-cheap-fuel/" left="-10"]

પ્રદુષણ ઓછું થાય તે રીતે કોલસો વાપરીને પાવર પ્લાન્ટ ચલાવી શકાય


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવારકોલસાનો ભાવ વધ્યો હોવા છતાંય કોલસાનો બારીક ભૂકો કરીને ફાઈન કમ્બશનની ટેક્નોલોજી અપનાવવામાં આવે અને કોલસો બળ્યા પછી ધૂમાડા સાથે કાર્બનના રજકણોને જતાં અટકાવવા માટે ભીના અને સૂકા સ્ક્રબર લગાવી દેવામાં આવે તો તેને પરિણામે હવામાં કાર્બનના કણો કે વિષારી વાયુ ભળતો અટકી જશે. તેમ જ હવાના પ્રદુષણની સમસ્યા પણ હળવી થઈ જશે. પરિણામે પ્રદુષણ બોર્ડના અધિકારીઓની કનડગતમાંથી પણ મુક્તિ મળી જશે.અત્યારે કોલસાની તંગીને કારણે વેપાર ઉદ્યોગો પણ બોઈલર ચલાવવા માટે વૈકલ્પિક ઇંધણની તલાશ કરી રહ્યા છે ત્યારે ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે અન્ય કોઈ જ વિકલ્પ ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.પેટ્રોલ, ડીઝલની સાથે જ ઉદ્યોગોમાં બોઈલર ચલાવવા સહિતની કેમિકલ પ્રક્રિયા કરવા માટે સીએનજીનો ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બીજા ઇંધણો મોંઘા થઈ રહ્યા હોવાથી ફ્યુઅલનો વિકલ્પ મેળવવો એ વર્તમાન સ્થિતિની ઉદ્યોગોની અને કોલસાથી વીજળી પેદા કરતાં એકમોની સૌથી મોટી જરૃરિયાત છે. લિગ્નાઈટ પણ ઉપયોગ કરી શકાય તેવો એક વિકલ્પ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ એન.કે. નાવડિયાનું કહેવું છે કે ભારતમાં કોલસો ઘણો વધારે છે. પરંતુ આપણે તે કાઢી શકતા નથી. તેથી આયાતી કોલસા પર મદાર બાંધવો પડી રહ્યો છે. ઉર્જામાં આત્મનિર્ભર થવા માટે કોલસા સિવાય કોઈ વિકલ્પ નથી.તેઓ કહે છે કે કોલસાની બારીક ભૂકી કરીને તેને વધુ ઓક્સિજન મળે તે રીતે તેને બાળીને આપણે હવામાં કાર્બનના રજકણો ભળતા અટકાવી શકીએ છીએ. તેમ કરવાથી હવામાં પ્રદુષણ ઓછું થઈ શકશે. ટેકનિકલ ભાષામાં તેને ફાઈન કમ્બશનની ટેકનોલોજી તરીકે ઓળખાવવામાં આવે છે. કોલસાનો વપરાશ બંધ કરી દેવાથી ઇંધણની સમસ્યાનો અંત આવશે નહિ. આયાતી કોલસો મોંઘો પડતો હોય તો દેશમાં કોલસાની ખાણમાંથી વધુ ઉત્ખનન કરીને ઉત્પાદન વધારવાનું આયોજન કરી શકાય છે. ફાઈન કમ્બશનની ટેકનોલોજીનો એમ્બિયન્ટ એર ક્વોલિટીનો પ્રશ્ન ઉકલી શકે છે.  નાઈટ્રોજન ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ કે સલ્ફર ડાયોક્સાઈડ  નીકળતો હોય છે. તેથી કાળા ધૂમાડાની સમસ્યા હળવી થશે. તેની રાખ સફેદ થઈ જતાં સિમેન્ટ ઉદ્યોગ તે ખરીદી લેશે. ભાવનગરની રોલિંગ મિલોએ આ કામગીરી ઘણી જ સારી રીતે કરી દેખાડી છે. તેમના એકમોમાંથી નીકળતા ધૂમાડા સામે હાથ ધરવામાં આવે તો માત્ર સફેદ રાખ જ હાથ પર ચોંટે છે. જીઆઈડીસીના દરેક એકમમાં અલગ અલગ બોઈલર લગાવવાને બદલે જીઆઈડીસી માટે કોમન બોઈલર બનાવીને દરેકને તેમાંથી તેમની જરૃરિયાત પ્રમાણે મીટરાઈઝ વેપર-વરાળનો સપ્લાય આપવામાં આવે તો પણ કાળા ધૂમાડાની સમસ્યા  હળવી કરી શકાય છે. બીજું, કોલસાનો ઉપયોગ કર્યા બાદ નાઈટ્રોક્સ ઓક્સાઈડ, સલ્ફર ઓક્સાઈડ ઓછો કરવા માટે એકને બદલે બે ભીના સ્ક્રબર આઉટ લેટ પર મૂકવા જોઈએ. અત્યારે એક જ સ્ક્રબર મૂકવામાં આવે છે. તેને બદલે બે ભીનાં સ્ક્રબર, એક આલ્કલાઈન સ્ક્રબર અને છેલ્લે એક નોર્મલ સ્ક્રબર મૂકશો તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. તેનાથી વાયુ પ્રદુષણ મોનિટર કરનારા પ્રદુષણ બોર્ડની કનડગત પણ ઓછી થઈ જશે. અન્જિનિયરિંગ એક્સપર્ટની મદદથી આ આયોજન અમલમાં મૂકવામાં આવે તો કોલસાથી પણ વધુ પ્રદુષણ ફેલાવતા લિગ્નાઈટનો પણ સફળતા પૂર્વક ઉપયોગ કરી શકાય છે. તેને પરિણામે સસ્તા ઇંધણ મેળવી શકાશે. તેમ જ  ઉદ્યોગોને માથે વતા જતાં ઇંધણ ખર્ચના બોજની સમસ્યા હળવી કરી શકાશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું ઇન્ટરફિયરન્સ પણ ઘટી જશે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]