બોટાદ જિલ્લામાં તા.૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા સંકલ્પબધ્ધ બનતા યુવા મતદારો - At This Time

બોટાદ જિલ્લામાં તા.૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા સંકલ્પબધ્ધ બનતા યુવા મતદારો


લોકશાહીના રાષ્ટ્રીય મહાપર્વની અંદર તમામ લોકોએ અચૂક મતદાન કરવું જોઇએ : યુવા મતદાર સુશ્રી રીંકલબેન

બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે બોટાદ જિલ્લામાં વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં જોડાઇને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃત્તિ અંગે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે બોટાદ જિલ્લાના પ્રથમ વખત મતદાર કરનારા યુવા મતદારોએ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરી છે.

બોટાદના એમ.એમ પ્રેસ ગાયત્રી નગરના રહીશ અને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદાર સુશ્રી રીંકલબેન ગણપતભાઇ ડુમાણીયાએ અપીલ કરતાં જણાવ્યું કે, લોકશાહીના રાષ્ટ્રીય મહાપર્વની અંદર તમામ લોકોએ અચૂક મતદાન કરવું જોઇએ. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં હું પ્રથમ વખત મતદાન કરવાની છું જેનો મને ખૂબ જ આનંદ છે. તેમણે તમામ મતદારોને આ લોકશાહીના પર્વમાં અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી.

તેવી જ રીતે, બોટાદના ગાયત્રી નગરના રહીશ અને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદાર શ્રી દર્શનભાઇ હર્ષદભાઇ સોંલકીએ પ્રતિભાવ આપતાં કહ્યું કે, બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે તા.૧ ડિસેમ્બરના રોજ ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો કોલ આપ્યો હતો. તેમજ પોતાના મમ્પી-પપ્પા અને પરિવારને પણ અચૂક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો.

એમ.એમ પ્રેસ ગાયત્રી નગરના રહીશશ્રી અજ્યભાઇ શાંતિભાઇ જાંબુકીયાએ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હું પ્રથમ વખત મતદાન કરીશ જેનો મને ખૂબ જ આનંદ હોવાનું જણાવ્યું હતું. હું તો મતદાન કરીશ તેમજ અન્યને પણ અવશ્ય મતદાન કરવા સંકલ્પબધ્ધ બનવાની અપીલ કરી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.