આજના આધુનિક સમયમાં શિક્ષણ ના માધ્યમથી વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે અને સ્પર્ધાત્મક વાતાવરણ માં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. શિક્ષણ એ હવે અભિન્ન અંગ બની ગયું છે - At This Time

આજના આધુનિક સમયમાં શિક્ષણ ના માધ્યમથી વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે અને સ્પર્ધાત્મક વાતાવરણ માં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. શિક્ષણ એ હવે અભિન્ન અંગ બની ગયું છે


આજના આધુનિક સમયમાં શિક્ષણ ના માધ્યમથી વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે અને સ્પર્ધાત્મક વાતાવરણ માં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. શિક્ષણ એ હવે અભિન્ન અંગ બની ગયું છે ત્યારે રોટરી ઇન્ટરનેશનલ ના મિશન લીટરસી અંતર્ગત લોકોમાં શિક્ષણ અંગેનો વ્યાપ વધેક અને શિક્ષણ ક્ષેત્રના તમામ પ્રશ્નોનું નિરાકરણ વિદ્યાર્થી તેમજ વાલીને એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા રોટરી એજ્યુકેશન અને કેરીયર એકસ્પો-૨૦૨૪ નું આયોજન તારીખ ૨૦-૨૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬ કલાક સુધી મોટા વરાછા ખાતે માતૃશ્રી ફાર્મ પર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખુબ મોટી સંખ્યા માં વાલીઓ અને વિધાર્થીઓ એ આ કેરિયર એક્સ્પો નો લાભ લીધો હતો....

આ પ્રોજેક્ટ નું સંચાલન‌ રોટરી પ્રેસિડેન્ટ રો. વિજયભાઈ માંગુકિયા, સેક્રેટરી રો. કલ્પેશ બલર અને મંથ લીડર રો. કિર્તીભાઈ ખેની ની આગેવાની હેઠળ રો. નીતિન ધામેલિયા અને રો.ભાવેશ ઘેલાણી અને રોટરેકટ પ્રેસિડેન્ટ રો. કેવલ પોંકિયા, સેક્રેટરી રો. ઉમેશ ડુંગરાણી અને મંથ લીડર રો. કેવલ તેજાણી ની આગેવાની હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો સાગર ગજેરા અને રો.કિશન મનવણ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.