પંચમહાલ- શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qvqr2wdoqsfjhaye/" left="-10"]

પંચમહાલ- શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર


શહેરા,
પંચમહાલ જીલ્લામાં આવેલી વિધાનસભાની પાંચ બેઠકો શહેરા,ગોધરા,હાલોલ,કાલોલ,અને મોરવા હડફમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ઝંઝાવાતી પ્રચાર થઈ રહ્યો છે.શહેરા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિકોણીય જંગ ખેલાવાનો છે. આ વખતે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રચાર થઈ રહ્યો છે.પણ શહેરા વિધાનસભા બેઠક પર આ વખતે સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જામવાનો છે.આ બેઠક પર 1995 પછી કોંગ્રેસ જીતી શકી નથી. આથી આ શહેરાનો ગઢ સર કરવા માટે કોંગ્રેસના ખાતુભાઈ પગી લોકો વચ્ચે જઈને ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે, દિવસની સાથે રાત્રે પણ પ્રચાર લોકો વચ્ચે જઈ કરી રહ્યા છે. સાથે પોતાનો વિજયનો વિશ્વાસ વ્યકત કરી રહ્યા છે.
ખાતુભાઈ પગી શહેરા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણી છે.અને ભાજપામાં પણ વિવિધ હોદ્દાઓ પર રહી ચુક્યા છે. ભાજપ પાસે 2017માં અને ત્યારબાદ 2022માં પણ વિધાનસભા બેઠક માટે ટીકીટની માગણી કરવામા આવી હતી. પણ ભાજપ દ્વારા ટીકીટ નહી આપવામા આવતા નારાજ થઈને તેઓ ભારતીય જનતા પાર્ટીથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડ઼ાઈ ગયા હતા.અને આ બાજુ કોંગ્રેસે શહેરા વિધાનસભા બેઠક પર તેમને ટીકીટ આપી છે. હાલમાં તેમને દ્વારા સમર્થકો અને કાર્યકરોને સાથે રાખીને ઝંઝાવાતી પ્રચાર શરુ કરી દેવામા આવ્યો છે. શહેરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં તેમના સમર્થકો દ્વારા વાજતે ગાજતે તેમનુ ઘોડાપર બેસાડીને સ્વાગત કરવામા આવી રહ્યુ છે.એક બાજુ પોતે ક્ષત્રિય સમાજના અગ્રણી હોવાથી પણ ક્ષત્રિય સમાજમાંથી પણ સારો એવો આવકાર મળી રહ્યો છે. તેઓ ગ્રાઉન્ડ લેવલ પર ગામના લોકોને મળી રહ્યા છે,પોતાના વ્યકત્વમાં પોતાને જીતાડશે તો જે કઈ કામો છે. સાથે બેસીને કરીશુ અને લોકોને સુવિધાનો લાભ અપાવીશુ તેમ જણાવી રહ્યા છે.ખાતુભાઈ પગી શહેરા તાલુકાના પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ ગ્રામીણ વિસ્તારમાં સભાઓ કરી રહ્યા છે. પણ પરિણામના દિવસે શહેરા વિધાનસભા બેઠકના સિંહાસન પર કોણ બેસે છે નક્કી થઈ જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]