*ગીર સોમનાથમાં મતદાનનું મહાપર્વ, ઝોનલ રૂટ પ્રમાણે ચૂંટણી સ્ટાફ રવાના* - At This Time

*ગીર સોમનાથમાં મતદાનનું મહાપર્વ, ઝોનલ રૂટ પ્રમાણે ચૂંટણી સ્ટાફ રવાના*


-------------
*જિલ્લામાં ૫.૦૯.૯૯૧ પુરૂષ, ૪.૮૯.૪૧૩ સ્ત્રીઓ તેમજ અન્ય ૧૧ એમ કુલ ૯.૯૯.૪૧૫ મતદાર નોંધાયા*
-------------
*ગીર સોમનાથ, તા.૩૦:* ગુજરાતના આંગણે વિધાનસભાનું મહાપર્વ આવી ચૂક્યું છે ત્યારે આ અવસરમાં સહભાગી બનવા ગીર સોમનાથમાં તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ઈવીએમ અને વીવીપેટ સહિત વિવિધ પ્રકારની ચૂંટણીનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. જિલ્લાની ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨-કોડીનાર અને ૯૩-ઉના એમ ચાર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે રિસિવિંગ સેન્ટર અને ડિસ્પેન્ચરી સેન્ટર ખાતેથી ઝોનલ રૂટ પ્રમાણે ચૂંટણી સાહિત્ય સાથે ફરજ પરના સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો.

૯૦-સોમનાથમાં સવારે સાત વાગ્યાથી ચૂંટણી પરના ફરજ પર રહેલા તમામ સ્ટાફ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રિસિવિંગ સેન્ટર અને ડિસ્પેન્ચરી સેન્ટર ખાતે હાજર રહ્યો હતો. જ્યાંથી રૂટ પ્રમાણે સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ કર્મચારીઓ પોતાનું સાહિત્ય લઈને બૂથ પર રવાના થયા હતાં. નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ૫.૦૯.૯૯૧ પુરૂષ, ૪.૮૯.૪૧૩ સ્ત્રીઓ તેમજ અન્ય ૧૧ એમ કુલ ૯.૯૯.૪૧૫ મતદાર નોંધાયા છે. જેઓ વિધાનસભાના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે. પહેલી ડિસેમ્બરના રોજ સવારના ૮ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે ૫.૦૦ કલાકે મતદાન પૂરું થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon