બનાસકાંઠા કાંકરેજમાં શિક્ષણમાં ભેદભાવ: દલિત બાળકો સાથે અછૂત વર્તન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qdvdqxnijmlp7trw/" left="-10"]

બનાસકાંઠા કાંકરેજમાં શિક્ષણમાં ભેદભાવ: દલિત બાળકો સાથે અછૂત વર્તન


બાળકો ઘરે પાણી ભરવા આવતાં, સ્કૂલની ડિશ ઘરે આપતાં જાણ થતા પરિવારે વીડિયો ઉતારી ભાંડો ફોડ્યો

બનાસકાંઠા જીલ્લાના અંતરિયાળ ગ્રામિણ વિસ્તારમાં હજુ પણ છુત- અછુતના ભેદભાવ રાખવામાં આવતા હોય તેવા કિસ્સા બહાર આવી રહ્યા છે. જ્યાં કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામે શાળામાં ચાલતાં મધ્યાહન ભોજનમાં અનુસૂચિત જાતિના પરિવારના ચાર બાળકોને અલગથી બેસાડી જમાડવામાં આવતા હોવાનું સામે આવ્યું હતુ. જ્યાં રિયાલીટી ચેક કરતાં તથ્ય જાણવા મળ્યું છે.

અનુસૂચિત જાતિના બાળકો સાથે શાળામાં છુત- અછુતનો વ્યવહાર
કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામે રહેતા અનુસૂચિત જાતિના બાળકો સાથે શાળામાં છુત- અછુતનો વ્યવહાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતુ. આ અંગેની રિયાલીટી ચકાસવા માટે ગામની મુલાકાત લીધી હતી. જ્યાં પરિવારની મુલાકાત લેતાં લીલાબેન દિનેશભાઇ વાલ્મિકીએ જણાવ્યું હતુ કે, ગામમાં 1300નું વોટીંગ છે.

શાળાના આચાર્યનો બાળકો સાથે છુત- અછુતનો વ્યવહાર
દરબાર, રબારી અને ઠાકોર સમાજની સાથે અમારા સાત ઘર છે. ગ્રામજનો દ્વારા અમારી સાથે કોઈ ભેદભાવ રખાતો નથી. પરંતુ અમારા સમાજમાંથી
મારી દિકરી રિના ધોરણ 2માં, મારા દિયર રાજુભાઇ મણાભાઇ વાલ્મિકીની દીકરી સેજલ ધોરણ ત્રણમાં અને મારી દીકરી આશાબેન કનાભાઇ જેના લગ્ન પાટણ તાલુકાના સાગોડીયા ગામે થયા છે. પરંતુ અત્યારે અમારી પાસે રહે છે. તેના બે દિકરા તેજમલ ધોરણ 3માં અને સત્યમ ધોરણ 1માં અભ્યાસ કરી રહ્યો છે. જે શાળાના આચાર્ય રમેશભાઇ ઠક્કર અમારા બાળકો સાથે છુત- અછુતનો ભેદભાવ રાખતા હતા.

અલગ દૂર બેસાડી ભોજન આપવામાં આવતું
મધ્યાહન ભોજનમાં તેમને અલગ દૂર બેસાડી ભોજન આપવામાં આવતું હતુ. તેમજ સ્કુલમાં પાણીના નળને પણ અડકવા દેતા ન હતા. તેમના આવા વર્તનના કારણે બે અગાઉ બે દીકરીઓએ તો અભ્યાસ કરવાનું પણ છોડી દીધું છે. આ અંગે આચાર્ય સામે પોલીસ મથકે એકટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે.

શિક્ષણ અધિકારીનો ભેદભાવનો ઈનકાર
આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારને ભાસ્કર પ્રતિનિધિ પૂછતા તેમણે જણાવ્યું હતુ કે, સમગ્ર બાબત એક માસ અગાઉની છે. જેમાં શિક્ષણ વિભાગ અને પોલીસની તપાસમાં બાળકો સાથે આવો કોઇ ભેદભાવ રાખવામાં આવતો ન હોવાનો રિપોર્ટ થયો હોઇ આચાર્ય સામે કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]