SOG ક્રાઇમ દ્વારા MD ડ્રગ્સનો જથ્થો બીજી ચીજ વસ્તુઓ મળી કુલ સાત લાખ થી વધારેના મુદ્દામાલ સાથે મહિલાને ઝડપી લીધી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q3i8bgorvzsg7jyo/" left="-10"]

SOG ક્રાઇમ દ્વારા MD ડ્રગ્સનો જથ્થો બીજી ચીજ વસ્તુઓ મળી કુલ સાત લાખ થી વધારેના મુદ્દામાલ સાથે મહિલાને ઝડપી લીધી.


મે.પોલીસ કમિશ્નર શ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી,ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર નાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સુચનાઓ આધારે,

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એ. ગોહીલ નાઓ સ્કોડના પો.સ.ઇ.શ્રી. પી.આર.બાંગા તથા સ્કોડના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે આરોપી હરપ્રિતકૌર ડો/ઓ હરપાલસિંગ સહોતા ઉવ.૩૩ રહે, ઇ/૩૦૪, સાનિધ્ય રોયલ, સત્ય સ્કવેરની સામે, ગામ:ત્રાગડ, ચાંદખેડા, અમદાવાદ શહેર મુળ વતન બીયાસ, અમૃતસર, પંજાબ નાઓને મારુતી સુઝુકી બલેનો કાર નંબર GJ-01-WA - 0366 સાથે અમદાવાદ શહેર, એસ.જી. હાઇવે, લોટસ ટેમ્પલની સામે જાહેર રોડ ઉપરથી ઝડપી પાડી તેઓના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ્લે જથ્થો ૧૫.૫૭૦ ગ્રામ કિ.રૂ. ૧,૫૫,૭૦૦/-નો તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ કિ.રૂ.૭,૫૬,૩૫૦/-ના મુદ્દામાલ સાથે કબ્જે કરી મહિલા આરોપી વિરૂધ્ધમાં પો.સ. ઇ.શ્રી પી.આર. બાંગા નાઓએ ફરીયાદ આપતા ડીસીબી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧ ૨૨૦૦૯ ૧/૨૦૨૨ ધી એન.ડી.પી.એસ.એક્ટ કલમ-૮ (સી),૨૧(સી),૨૯ મુજબનો ગુનો તા.૨૧/૦૭/ ૨૦૨૩ના રોજ દાખલ કરેલ છે,

સદરી મહિલા આરોપી આ મેફેડ્રોનનો જથ્થો
પુરુષ મિત્ર શાદ રાજપુત રહે, રખિયાલ, બાપુનગર પાસેથી લાવેલાની હકિકત જણાવેલ જેની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]