સાયલા ની વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ માં ''મારું સાયલા, સ્વચ્છ સાયલા'' અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ. તેમનું સરપંચ તથા પત્રકાર મિત્રો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા. - At This Time

સાયલા ની વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ માં ”મારું સાયલા, સ્વચ્છ સાયલા” અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ. તેમનું સરપંચ તથા પત્રકાર મિત્રો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા.


સાયલા ની વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ તથા ફ્યુચર કીડ્સ સ્કૂલ - સાયલામાં "મારું સાયલા, સ્વચ્છ સાયલા" થીમ અંતર્ગત બાળકોએ પોતાની રીતે ચિત્ર બનાવી ને સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. જે બાળકોએ સ્વચ્છતા ને લગતા શ્રેષ્ઠ ચિત્ર બનાવેલ તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ. આ સ્કૂલના નાના બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ કહેવામાં આવેલ.
વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ તથા ફ્યુચર કીડ્સ સ્કૂલ દ્વારા સર્વશ્રેષ્ઠ ચિત્ર બનાવનાર ને અજયરાજસિંહ ઝાલા (સરપંચશ્રી, સાયલા), વિપુલભાઈ દવે (ગુજરાત સમાચાર), અલ્પેશભાઈ શાહ (સંદેશ ન્યુઝ), રણજીતભાઈ ખાચર (એટ ધીસ ટાઈમ ન્યુઝ), જુગાભાઈ (પ્રતિનિધિ,ઝાલાવાડની વાત ન્યુઝ) નાં હસ્તે પ્રમાણપત્ર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. તથા બાળકો દ્વારા આવેલ મહેમાનોને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમ સફળ બનાવવા ને બુટેશભાઈ સભાણી તથા અંકિતભાઈ જેસડીયાની અગ્રતા સાથે શાળા પરિવારના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon