મતદાન જાગૃતિ અંગે ભાવનગરની વિવિધ શાળાઓમાં જાગૃતિ રેલી યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ptd3yppleetsscoh/" left="-10"]

મતદાન જાગૃતિ અંગે ભાવનગરની વિવિધ શાળાઓમાં જાગૃતિ રેલી યોજાઇ


ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા.૧/૧૦/૨૦૨૨ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.

તા.૧૨ ઓગષ્ટથી તા. ૧૧ સપ્ટેમ્બર સુધી ભાવનગર જિલ્લામાં આ કાર્યક્ર્મ અંતર્ગત નવા નામ દાખલ કરવાં, નોંધાયેલ નામ કમી કરાવવા તથા મતદારની વિગતોમાં સુધારા કરવાં માટેના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યાં છે.

આ કાર્યક્ર્મ દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા રવિવારના ખાસ ઝૂંબેશ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્ર્મ અંતર્ગત તા.૧/૧૦/૨૦૨૨ની સ્થિતિએ જેઓની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોય તેઓ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે છે. તેમજ ઓનલાઇન ફોર્મ ભરવાં માટે વોટર હેલ્પલાઇન એપ, એનવીએસપી પોર્ટલ, વોટર પોર્ટલનો ઉપયોગ કરી મતદારયાદીમાં નામ નોંધણી કરાવી શકે છે.

લોકોમાં મતદારજાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ભાવનગર જિલ્લાના ગામો/શહેરોમાં શાળાના વિદ્યાર્થીઓ મારફત મતદાર જાગૃતિ રેલી યોજી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મતદારોમાં જાગૃતિ આવે તે માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એન. કટારાના માર્ગદર્શન હેઠળ આ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]