જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા EVM નિદર્શન કેન્દ્ર અને વેર હાઉસની મુલાકાત લેવામાં આવી - At This Time

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા EVM નિદર્શન કેન્દ્ર અને વેર હાઉસની મુલાકાત લેવામાં આવી


આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઇને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. ચૂંટણીના કેન્દ્રમાં મતદાતા છે. ઈ.વી.એમ. (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) અને વી.વી.પેટ (વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ) દ્વારા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.
ત્યારે વિધાનસભા ચૂંટણીની તૈયારી રૂપે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા EVM નિદર્શન કેન્દ્ર, સીટી મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ EVM વેરહાઉસની પણ મુલાકાત લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યારે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાં કરવામાં આવી રહી છે. તે સાથે જિલ્લાના નવાં અને યુવા મતદારો લોકશાહીના આ મહા ઉત્સવમાં જોડાય તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon