એમ.એસ.સી(સી.એ&આઇ.ટી) કોલેજ, મોડાસામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oojgyo6ow3kkorpp/" left="-10"]

એમ.એસ.સી(સી.એ&આઇ.ટી) કોલેજ, મોડાસામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો


ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.વી.શાહ એમ.એસ.સી(સી.એ & આઈ.ટી)ઇન્સ્ટિટ્યૂટ, મોડાસામાં તા:૨૯/૦૯/૨૦૨૨ ના રોજ આદ્યશક્તિના આરાધનાનું પર્વ નવરાત્રી નિમિત્તે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળના બે વર્ષના વિરામ બાદ આયોજિત આ રાસ-ગરબામાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઇ ખુબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ખેલૈયા તથા ડ્રેસીસ વિભાગમાં ઇનામ રાખવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી, પ્રભારીમંત્રીશ્રી પ્રો. એ.જે.મોદી ,ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ તથા કોલેજના આચાર્ય શ્રી અર્પિતભાઈ જોષી ના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]