બોટાદની આગાખાન પ્રિસ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદની આગાખાન પ્રિસ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી


બોટાદની આગાખાન પ્રિસ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી

બોટાદ પંથકમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ(અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશન)ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી બોટાદના સ્ટેશન રોડ પરા વિસ્તારમાં આવેલ આગાખાન પ્રિસ્કૂલ બાળકોને વિવિધ પ્રકારનાં અનુભવો પુરા પાડી બાળકોના સર્વાંગીણ વિકાસ માટે સતત કાર્યરત રહે છે.બાળકોના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખીને આગાખાન પ્રિસ્કૂલ દર વર્ષે બાળકો અને વાલીઓ માટે સ્પોર્ટ્સ પ્રોગ્રામનું આયોજન કરે છે. સ્પોર્ટ્સ ડે માત્ર આનંદ અને રમતોનો દિવસ નથી નાના બાળકોમાં શારીરિક પ્રવૃત્તિ,ટીમ વર્ક અને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રેમ કેળવવાની આ એક તક છે.આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોમાં કૌશલ્ય વિકાસ,સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને ખેલકુદ પ્રત્યેના રસમાં અભિવૃદ્ધિ કરવાનો છે.તા. 20/01/2024,શનિવારના રોજ આગાખાન પ્રિસ્કુલ બોટાદ દ્વારા બાળકો અને વાલીઓ માટે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલ હતું.. સ્પોર્ટ્સ પ્રોગ્રામમાં બાળકો અને વાલીઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.