પ્રિ-મોન્સૂન તૈયારી સંદર્ભે સોમવારે રાજકોટ કલેક્ટર કચેરીમાં બેઠક યોજાશે - At This Time

પ્રિ-મોન્સૂન તૈયારી સંદર્ભે સોમવારે રાજકોટ કલેક્ટર કચેરીમાં બેઠક યોજાશે


આગામી 1 જૂનથી ફ્લડ કંટ્રોલરૂમ શરૂ થશે

મનપા, પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓને હાજર રહેવા તાકીદ

સામાન્ય રીતે જૂન માસના બીજા સપ્તાહમાં ચોમાસું બેસતું હોય છે અને તેના અનુસંધાને 1 જૂનથી કલેક્ટર કચેરી ખાતે ફ્લડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવતો હોય છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી ચોમાસાની સિઝન સંદર્ભે તૈયારી માટે 13મીએ બેઠક બોલાવવામાં આવી છે. જ્યારે ફ્લડ કંટ્રોલરૂમ આગામી 1 જૂને શરૂ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.