ધો.12માં રાજકોટનું રેકોર્ડબ્રેક પરિણામ - At This Time

ધો.12માં રાજકોટનું રેકોર્ડબ્રેક પરિણામ


સાયન્સમાં રાજ્યમાં રાજકોટ બીજા ક્રમે રહ્યું, જ્યારે કોમર્સમાં ક્રમ 16મો રહ્યો અને ગત વર્ષ કરતાં પરિણામ વધ્યું

92.06% સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે, 96 વિદ્યાર્થીને A1, 1063ને A2 ગ્રેડ મળ્યો

રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત સાયન્સ અને કોમર્સ બન્નેના પરિણામ 92 ટકાથી વધુ આવ્યા, શિક્ષણક્ષેત્રને લાગી ગયા ચાર ચાંદ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે ધોરણ 12 સાયન્સ અને કોમર્સના એકસાથે બે પરિણામ જાહેર કરી દેવાયા છે. રાજકોટના આટલા વર્ષના બોર્ડના પરિણામના ઈતિહાસમાં પહેલીવાર રાજકોટ જિલ્લાનું પરિણામ 92.06% રહ્યું છે જે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે. 92.80% સાથે મોરબી જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. સૌથી મહત્ત્વની બાબત છે કે રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સાયન્સમાં 8013 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 7998 છાત્રએ હાજર રહીને પરીક્ષા આપી હતી તેમાંથી 7363 વિદ્યાર્થીઓ પાસ થયા છે, નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા 635 જ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.