ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી


બોટાદ જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત

વિધાનસભાની ચૂંટણી અન્વયે નાગરિકો તેમની રજૂઆતો-ફરિયાદો ટોલ-ફ્રી નંબર પર કરી શકશે

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા જણાવ્યા મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન આદર્શ આચાર સંહીતાનો અમલ થાય તે જરૂરી છે. જેથી બોટાદ જિલ્લાનાં નાગરિકોને ચૂંટણી અંગેની તમામ માહિતી મળે તેમજ તેઓની રજૂઆતો-ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય તે માટે બોટાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

જિલ્લા સેવા સદન ખાતે હેલ્પલાઇન અને ફરિયાદોનું નિરાકરણ માટેના કોલસેન્ટર ખાતે ઝડપથી ફરિયાદ નિરાકરણ થાય તે અર્થે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર યાદી તેમજ ચૂંટણી કાર્ડની ફરિયાદો કે જરૂરી જાણકારી અર્થે ૧૯૫૦ ટોલ ફ્રી નંબર તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણીને લગતી વિવિધ ફરિયાદો અર્થે ટોલ ફ્રી નંબર (૦૨૮૪૯) ૨૭૧૩૧૩, (૦૨૮૪૯) ૨૭૧૩૧૪ અને (૦૨૮૪૯) ૨૭૧૩૮૧ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ટોલ-ફ્રી નંબર ૨૪×૭ કલાક કાર્યરત રહેશે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.