બાવળા ના કોઠાતલાવડી ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ભુવા એ દુષ્કર્મ કર્યું - At This Time

બાવળા ના કોઠાતલાવડી ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ભુવા એ દુષ્કર્મ કર્યું


અમદાવાદ જિલ્લા ના બાવળા તાલુકા ના કોઠા તલાવડી ગામે શંકરભાઈ ની વાડી ના મકાન માં ઘટના ને અંજામ આપ્યો
બાવીશ વર્ષ ની યુવતી પર વિધિ કરવાના બહાને ભુવા એ દુષ્કર્મ કર્યું આરોપી ભુપત ચાવડા નામના ભુવા એ વિધિ કરવાના નામે યુવતી સાથે કર્યું દુષ્કર્મ
ભુવો ભુપત ચાવડા સુરેન્દ્રનગર જિલ્લા ના વસ્તડી ગામનો રહેવાસી ત્રણ મહિના પહેલા દુષ્કર્મ કર્યું હતું
ભોગ ભોગ બનનાર યુવતી દેવભીમિ દ્વારકા જિલ્લા ના દ્વારકા ગામની
બનાવ ની વિગત એવી છે કે ભોગ બનનાર યુવતી ને જન્મ થી જ આંખે ઓછું દેખાતું હોય અને તેના મામા ની આર્થિક પરિસ્થતિ ખરાબ હોય જેથી દ્વારકા જેમના મકાન માં ભાડે રહેતા હતા તેં મકાન માલિક મોતીબેન ભટ્ટ માતાજી ના દાણા જોતા હોય ત્યાં અવાર નવાર દાણા જોવડાવતાં પરંતુ પણ કોઈ ફેર ના પડતા
જેથી મકાન માલિક મોતીબેન ભટ્ટે તેમના ઓળખીતા વસ્તડી ગામના ભુપત ચાવડા નામના બાપુ સાતે ફોન માં સંપર્ક કરાવ્યો હતો
ત્યાર બાદ ભુપત ચાવડા નામના બાપુ એ ભોગ બનનાર ના મામા ને ફોન કરી માતાજી નો હુકમ થયો છે તમે કહી લીમડી આવી જાવ હુ ત્યાંથી તમને લય જયસ ને ભાવનગર થી બીજા બાપુ આવના છે તેવું કહી બોલાવેલ
અને બાવળા ના કોઠા તલાવડી ગામે વાડી માં ભુવો તેના ભાગીયા શંકર ના ઘરે લય જઈ
રાતે અગરબત્તી સળગાવી ધ્યાન માં બેસી ભોગ બનનાર ના મામા ને કહેલ કે તારાં પર કોઈ એ મેલી વિદ્યા કરી છે પણ બધું સારું થઈ જશે એવું બધું કહી
ભોગ બનનાર યુવતી ને બોલાવી એક સિક્કો અને એક નોટ આપી વિધિ કરવી પડશે ને વિધિ કર્યા બાદ ભોગ બનનાર ને આંખો પાછી આવી જશે તેવું કહી વિધિ કરવાના બહાને એકલી યુવતી ને રૂમ માં રાખી બીજા બાધા ને બહાર કાઢી દુષ્કર્મ ગુજાર્યું હતું
ભોગબનનાર ને દુષ્કર્મ બાબતે કોઈ ને કહીશ તો તારાં પરિવાર નું ધનોત પનોત થઈ જશે જેવી ધમકી આપી હતી
જેથી ભોગ બનનારે પરિવાર ને આ બાબતે કહ્યું નોહતું
પરંતુ પોતાના ઘરે સાફ સફાઈ કરતા તેં વખતે કબાટ માંથી ગર્ભ નિરોધક ની ગોળીયો ભોગ બનનાર ના મામા ને મળી આવતા પરિવાર માં ગોળીયો બાબતે પૂછતાં સમગ્ર બનાવ ની ભોગ બનનારે વાત કહેતા
ભોગ બનનાર ના મામા એ બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ ની ફરિયાદ નોંધી
આરોપી ભુપત ચાવડા નામના ભુવા ની વસ્તડી ગામે થી ઝડપી જેલ હવાલે કરી વધુ તાપસ હાથ ધરી છે

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon