બોટાદની ઘી ફેલોશીપ સ્કૂલનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ યોજાયું - At This Time

બોટાદની ઘી ફેલોશીપ સ્કૂલનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ યોજાયું


બોટાદની ઘી ફેલોશીપ સ્કૂલનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ યોજાયું

બોટાદના પાળીયાદ રોડ પર એવલ્ડ મલ્ટીપ્લેક્સ પાસે આવેલ ઘી ફેલોશીપ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટીઓ સચાંલક દ્વારા અને દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો આ કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓ જેમાં નર્સરી, જુનિયર કે. જી. બાળવાટિકા (સિનિયર કે. જી.) અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, નાટકો, વેસ્ટન ડાન્સ, વગેરે પર્ફોમન્સ આપી ભારતના ઉત્તર, દક્ષિણ, પુરબ અને પશ્ચિમ માં આવેલી સાંસ્કૃતિક બાબતોની ઝાંખીના દર્શન કરાવી ઉપસ્થિત મહેમાનો રાજી કરી દીધા અને વર્ષ દરમ્યાન શાળામાં બેસ્ટ પર્ફોમ્સ કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનુ આયોજન શાળાના આચાર્ય ડો.હિના જગદીશકુમાર પાંધી સાથે રહી શાળાના તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ

તસ્વીર એલ ડી જોગરાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.