ચાર દરોડામાં દારૂની 447 બોટલ સાથે 4 ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nx7neexjqueszlca/" left="-10"]

ચાર દરોડામાં દારૂની 447 બોટલ સાથે 4 ઝડપાયા


લોકસભા ચૂંટણી પૂર્વે શહેર પોલીસ એકશનમાં આવી હોય તેમ ગોંડલ રોડ, મહેશ્ર્વરી સોસાયટી, હુડકો ચોકડી, કોઠારીયા મેઇન રોડ અને આજી ડેમ ચોકડી પાસે દરોડા પાડી ચાર શખ્સોને દારૂની 447 બોટલ સાથે દબોચી રૂા. 4.92 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત અનુસાર ક્રાઇમ બ્રાંચના પીઆઇ એન.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલ રોડ પર પરફેકટ શોરૂમ પાછળ હોન્ડા સીટી કામાંથી દારૂની 288 બોટલ રૂા. 1.14 લાખનો દારૂ અને કાર મળી રૂા. 4.14 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે કાર ચાલક નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી.
જયારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એન.એન.સરવૈયાની રાહબરીમાં ટીમે જંગલેશ્ર્વર મહેશ્ર્વરી સોસાયટી મેઇન રોડ પર રહેતા સેજાન ઉર્ફે સેજુ ઇસ્માઇલ શેખ (ઉ.વ.19)ને દારૂની 7ર બોટલ રૂા. 36 હજારના મુદામાલ સાથે પકડાયો હતો.
ત્રીજા દરોડામાં ભકિતનગર પોલીસે કોઠારીયા મેઇન રોડ પર મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં. 1/3ના ખુણા પાસેથી ગૌતમ શામજી મકવાણા (ઉ.વ.4ર)ને દારૂની 60 બોટલ સાથે પકડી પાડયો હતો. જયારે હુડકો ચોકડી પાસે માધવ પાર્કિંગ પ્લોટના ગેટ પાસેથી દિપક સાંગા આલ અને સંજય ભીખુ સોલંકીને દારૂની ર4 બોટલ સાથે દબોચી રૂા. 1ર હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]