ત્રીજા માળેથી પટકાતાં સારવારમાં યુવકે દમ તોડયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/riq7kstxj2ncxnev/" left="-10"]

ત્રીજા માળેથી પટકાતાં સારવારમાં યુવકે દમ તોડયો


શહેરનાં ગોકુલધામ આવાસ ક્વાર્ટરના ત્રીજા માળે રહેતો પરપ્રાંતિય યુવક ગઈ કાલે સાંજે ટોયલેટ કરવા ઉઠ્યો ત્યારે અચાનક પગ લપસતાં ત્રીજા માળેથી પટકાયો હતો. બાદ યુવકનું સારવારમાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ મૂળ બિહારનો અને હાલ રાજકોટના ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં રહેતો રવિશ રવીન્દ્રભાઈ બારી (ઉ.વ.22) નામનો યુવક આવાસ ક્વાર્ટરના ત્રીજા માળથી પટકાતા યુવકે સારવારમાં દમ તોડી દિધો હતો.
રવિશ આવાસ કવાર્ટરના ત્રીજા માળે રહેતો ગઈ કાલે વહેલી સવારે ટોયલેટ કરવાં ઉઠ્યો બાદ ઉંઘમાં હોવાથી પગ લપસતાં ત્રીજા માળેથી પટકાતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં મોત નિપજ્યું હતું. રવિશ કલરકામ કરી પરીવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં મોટો હતો તેમજ તેઓને સંતાનમાં એક દીકરો અને એક દિકરી હોવાનું પરીવારજનોએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]