ખાણીપીણી સહિતના 58 ધંધાર્થીને ત્યાંથી વધુ 17 કિલો પ્લાસ્ટીક પકડતું કોર્પોરેશન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jzj9ucnzlkpyvix3/" left="-10"]

ખાણીપીણી સહિતના 58 ધંધાર્થીને ત્યાંથી વધુ 17 કિલો પ્લાસ્ટીક પકડતું કોર્પોરેશન


મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં આજે ત્રણેય ઝોનમાંથી કુલ 58 આસામીઓ પાસેથી 16.9 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.14,200નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 7 આસામીઓ પાસેથી 4 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂ.3,750નો વહીવટી ચાર્જ, વેસ્ટ ઝોનમાં 30 આસામીઓ પાસેથી 11 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂ.4,750નો વહીવટી ચાર્જ અને ઈસ્ટ ઝોનમાં વિવિધ મુખ્ય માર્ગો પર પ્લાસ્ટીકનું વેચાણ કરતા 21 આસામીઓ પાસેથી 2 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂ.5,700નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. ચાથી માંડી ફૂડ પાર્સલમાં પણ આ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે. આ કામગીરી કમિશનર આનંદ પટેલની સુચના મુજબ પર્યાવરણ વિભાગની ટીમે હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]