સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા રામ કથા માં પક્ષી ઘર નું વિતરણ તેમજ કથાકાર નું સાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું - At This Time

સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા રામ કથા માં પક્ષી ઘર નું વિતરણ તેમજ કથાકાર નું સાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું


માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન -નરેશભાઈ ગોસ્વામી,નિલુભાઈ રાજપરા,મેહુલભાઈ વૈષ્ણવ,અને સમગ્ર ટિમ જે પર્યાવરણ જીવદયા જીવ રક્ષા અને બીમાર પશુ પક્ષી ની સારવાર સેવા માટે તાલુકા માં જાણીતું બનતું સંગઠન છે.આ સંગઠન દ્વારા તા.25-03-2023 ના રોજ માંગરોળ તાલુકા ની તમામ ગૌ શાળા ના સંચાલકો નું સન્માન કરવા માં આવ્યું જે આજ ના યુગ માં અતિ આવશ્યક ધર્મ કાર્ય ગણી શકાય

*આજ રોજ તા.૨૬-૦૩-૨૦૨૩ ના રોજ માંગરોળ માં ચાલતી રામ કથા માં આ ટિમ ઉપસ્થિત રહી કથાકાર નાગેન્દ્ર જી વોરા નું શાલ તેમજ રાધા કૃષ્ણ ની મૂર્તિ ની ભેટ આપી આ ધર્મ કાર્ય ને બીરદાવેલ પરતું વિશેષ આ ધર્મ કથા આ રામ કથા માં ઉપસ્થિત સર્વે ભક્ત જનો ને સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી ઘર નિઃશુલ્ક અર્પણ કરવા માં આવ્યા અને એ પણ જેટલા ભાવિકો હતા તે બધા ને જેટલા જોઇયે તેટલા ચકલી ઘર નું વિતરણ કરવા માં આવ્યું સનાતન હિન્દૂ ધર્મ માં જીવ માં શિવ છે એવી ઉક્તિ ને સાર્થક કરતું આ કામ ચકલીઓ માટે ના ઘર ચકલીઓ માટે ના પાણી ના કુંડા પક્ષીઓ માટે નું ચણ જેવી વિવિધ વસ્તુઓ નું વિતરણ ગઈ કાલે સંજીવની નેચર ફાઉન્ડેશન નો વાર્ષિક કાર્યક્રમ વર્લ્ડ સ્પેરો ડે મતલબ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવા માં આવે છે એ નિમિતે નગર જનો ને આ સેવા નિઃશુલ્ક આ સંગઠન દ્વારા આપવા માં આવેલી

આવીજ રીતે રામકથા માં પણ બહેનો ને આ નાનકડા જીવો ની રક્ષા માટે ના ચકલી ઘર અંદાજીત ૫૦૦ ની આસપાસ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવા માં આવ્યા

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.