દા૨ાગંજ પોલીસ સ્ટેશન જી.પ્રયાગરાજ (ઉ.પ્ર) ના અપહ૨ણના ગુન્હાના આરોપી તથા ભોગ બનના૨ને શોધી કાઢતી ભચાઉ પોલીસ - At This Time

દા૨ાગંજ પોલીસ સ્ટેશન જી.પ્રયાગરાજ (ઉ.પ્ર) ના અપહ૨ણના ગુન્હાના આરોપી તથા ભોગ બનના૨ને શોધી કાઢતી ભચાઉ પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓએ અપહરણ થયેલ બાળકો તથા ગુમ વ્યક્તિઓ શોધવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પ્રયાગરાજ (ઉ.પ્ર) જીલ્લાના દારાગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફર્સ્ટ ગુ.૨.નં ૦૦૭૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩ ૩૬૬ મુજબન ગુન્હા કામેના અરોપી તથા ભોગબનનાર ભચાઉ ભુજ હાઇવે ૫૨ આવેલ યુરો સિરામીક કંપનીની બાજુમાં આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતા હોવાની બાતમી હકીકત મળતાં પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ નઓના સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદરહું જગ્યાએ જઇ ભોગ બનનાર ઉ.વ ૧૪ વાળીને તથા આરોપીને શોધી કાઢી દારગંજ પોલીસ સ્ટેશન જી.પ્રયાગરાજ (ઉ.પ્ર) પોલીસને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી: શ(૧) વિકાસ ધ્રુજવિહારી મિશ્રા ઉ.૫ ૧૯ રહે.બડગઢ જી.રિવા (મ.પ્રદેશ)

શોધાયેલ ગુનો :- દા૨ાગંજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.૨.નં ૦૦૭૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩ ૩૬૬ મુજબ આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.