લોકસભા ચુંટણી પૂર્વે સમસ્ત મહાજન દ્વારા "અહીંસા યાત્રા" ની શરૂઆત કરાઈ ઉમેદવારો પાસેથી લોકો જળ, જંગલ, જાનવર અને પર્યાવરણની સુરક્ષાના વચન માંગશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nhi5tt4rt0zfes9s/" left="-10"]

લોકસભા ચુંટણી પૂર્વે સમસ્ત મહાજન દ્વારા “અહીંસા યાત્રા” ની શરૂઆત કરાઈ ઉમેદવારો પાસેથી લોકો જળ, જંગલ, જાનવર અને પર્યાવરણની સુરક્ષાના વચન માંગશે


લોકસભા ચુંટણી પૂર્વે સમસ્ત મહાજન દ્વારા "અહીંસા યાત્રા" ની શરૂઆત કરાઈ

ઉમેદવારો પાસેથી લોકો જળ, જંગલ, જાનવર અને પર્યાવરણની સુરક્ષાના વચન માંગશે

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહનાં નેતૃત્વમાં અહિંસા યાત્રાનું આયોજન કરાયું છે.
સમસ્ત મહાજનના ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ જૈન દ્વારા રાજસ્થાનના માઉન્ટ આબુ તથા દેલવાડામાં આવેલ વિશ્વના પ્રથમ તીર્થંકર ઋષભદેવના જન્મકલ્યાણનાં અભિષેક કરીને "અહીંસા યાત્રા" ની શરૂઆત કરાઈ દેવેન્દ્રભાઈ જૈન સમગ્ર વિશ્વ હિંસા મુકત થાય તે માટે સમગ્ર રાજસ્થાનના લોકસભા વિસ્તારમાં પ્રવાસ કરીને લોકસભાના તમામ ઉમેદવારોને રૂબરૂ મળીને નીચે મુજબના આઠ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરશે. લોકોને જોડાવવા માટે દેવેન્દ્રભાઈ જૈન (મો.૯૮૨૫૧ ૨૯૧૧૧) પર સંપર્ક કરવો. લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારો પાસે લોકોને અબોલ પશુ, પક્ષી , જળ ,જંગલ અને સમગ્ર પર્યાવરણની સુરક્ષા માટે માગણી કરવા અને આ માટે વચન માગવા સમસ્ત મહાજન દ્વારા અહીંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો મુળ ઉદેશય સરકાર પાસેથી મુખ્યત્વે ૮ મુદ્દાઓની માંગણી જેમા ભારતમાંથી જીવતા પશુ—પક્ષી તથા માસની નિકાસ બંધ કરવી, કુદરતી કૃષિને પ્રાધાન્ય આપવું, ભારતના ગામડાઓમાં નદી, નાળા, તળાવને શુધ્ધીકરણ કરવું, દેશી વૃક્ષોનું વાવેતર કરવું, માછીમારીને પ્રોત્સાહન ન આપવું, ભારતની બધી જ ગૌશાળાઓ–પાંજરાપોળોને પ્રતિદિન રૂા. ૧૦૦ સબસડી આપવી, ખેતીમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ન કરવો તથા ભારતનાં સાડા છ લાખ ગામડાઓમાં આવેલ ગૌચરનો વિકાસ કરવો. ઉપરોકત તમામ મુદ્દાને અનુલક્ષીની આ અહિંસા યાત્રા શરૂ કરાઈ છે જયારે લોકસભાના ઉમેદવાર પોતપોતના મતક્ષેત્રમાં મત માંગવા આવે ત્યારે ભારતની સમગ્ર પ્રજાએ ઉપરોકત પ્રશ્નોની ડીમાન્ડ કરવી અને તેની પાસેથી વચન લેવું, આ અપેક્ષા ભારતના ૧૪૦ કરોડ લોકોને સમગ્ર દેશમાં લોકસભાના ઉમેદવારો પાસેથી વચન લેવા અપીલ કરવામાં આવશે.સમસ્ત આયોજન અંગે સમસ્ત મહાજનને અર્હમ યુવા સેવા ગ્રુપ, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન (રાજકોટ), ગૌશાળા પાંજરાપોળો વગેરે સંસ્થાઓનો સહયોગ મળશે. અહીંસા યાત્રાની વિશેષ વિગતો માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ (મો. 98200 20976) અને મિત્તલ ખેતાણી (મો. 98242 21999) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]