ધાર્મિક ઉત્સવો તહેવારો ને ધ્યાન લઈ કતલખાના બંધ રાખવા સમસ્ત મહાજન નું પ્રતિનિધિ મંડળ રાજ્ય ના મંત્રી બાળવીયા મળ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b9cgxomlxu3wjaos/" left="-10"]

ધાર્મિક ઉત્સવો તહેવારો ને ધ્યાન લઈ કતલખાના બંધ રાખવા સમસ્ત મહાજન નું પ્રતિનિધિ મંડળ રાજ્ય ના મંત્રી બાળવીયા મળ્યું


ધાર્મિક ઉત્સવો તહેવારો ને ધ્યાન લઈ કતલખાના બંધ રાખવા સમસ્ત મહાજન નું પ્રતિનિધિ મંડળ રાજ્ય ના મંત્રી બાળવીયા મળ્યું

રાજકોટ હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે સરકારશ્રીમાં રજૂઆત કરતું સમસ્ત મહાજનનું પ્રતિનિધી મંડળ હિન્દુ જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો આગામી ૧૦, એપ્રિલ, બુધવારે ચેટીચાંદ, તા.૧૪, એપ્રિલ, રવીવારે ડો. આંબેડકર જયંતી, તા.૧૭, એપ્રિલ, બુધવારે રામનવમી, તા.૨૧, એપ્રિલ, રવીવારે મહાવીર જયંતી, તા. ૨૩, એપ્રિલ મંગળવારે હનુમાન જયંતીના રોજ હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન,ચીકન,મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાSનાં સભ્ય ડો. ગીરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં સમસ્ત મહાજનના પ્રતિનિધી મંડળ દ્વારા જીવદયા પ્રેમી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, વિવિધ સચિવો, મંત્રીશ્રીઓ તેમજ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદ મ્યુનીસીપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી સહિતનાઓને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા દર વર્ષ આ અંગેનું આંશિક જાહેર નામું બહાર પાડવામાં આવે છે. તો આ વર્ષે પણ ગુજરાતનાં દરેક જીલ્લા, શહેર અને ગામમાં સત્વરે જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડૉ. ગિરીશ શાહ, મિતલ ખેતાણીનાં માર્ગદર્શનમાં સમસ્ત મહાજનના પ્રતિનિધી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]