જસદણ પોલીસે બેલડા ગામ પાસે રેઇડ કરી જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા જયારે ત્રણ શખ્સો નાસી છુટયા - At This Time

જસદણ પોલીસે બેલડા ગામ પાસે રેઇડ કરી જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા જયારે ત્રણ શખ્સો નાસી છુટયા


મળતી વિગતો મુજબ બેલડા ગામ પાસે ચંદનનાથ ડુંગરમાં જવાના રસ્તે બેલાની ખાણમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણ પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) નિલેશ વિરમભાઇ ભાલાળા રહે. બોટાદ, પાળીયાદ રોડ પંચવાણી કાંટા પાસે કૈલાશનગર તથા (૨) બાબુ તળશીભાઇ રાઠોડ ધંધો ખેતી રહે. દેરાળા તા.ગઢડાને રોકડા રૂા. ૧૧,૫૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા આ રેઇડ દરમિયાન મુન્ના ઉર્ફે કાલીસ લખાભાઇ મીઠાપરા રહે. કાનીયાડ, તા.જી.બોટાદ, રમેશ ઉર્ફે માસ્તર શામજીભાઇ સાંકળીયા રહે. અળવ તા.રાણપુર તથા ભરત ઉર્ફે દામો નારણભાઇ મકવાણા રહે. બોટાદ ખસ રોડ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.