ઇડર નજીકના ચાંડપ ગામથી વાલાપુર જતાં રોડે ગળાના ભાગે દુપટ્ટાથી ફાંસો આપી ત્યજી દીધેલ લાશનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ખુનનો ગુનો શોધી કાઢતી સાબરકાંઠા પોલીસ પ - At This Time

ઇડર નજીકના ચાંડપ ગામથી વાલાપુર જતાં રોડે ગળાના ભાગે દુપટ્ટાથી ફાંસો આપી ત્યજી દીધેલ લાશનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ખુનનો ગુનો શોધી કાઢતી સાબરકાંઠા પોલીસ પ


ઇડર નજીકના ચાંડપ ગામથી વાલાપુર જતાં રોડે ગળાના ભાગે દુપટ્ટાથી ફાંસો આપી ત્યજી દીધેલ લાશનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ખુનનો ગુનો શોધી કાઢતી સાબરકાંઠા પોલીસ પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જિલ્લામાં તા .૦૯ / ૦૭ / ૨૦૨૨ ના ક : ૧૨/૦૦ થી ક : ૧૫/૦૦ દરમ્યાન કોઇપણ સમયે મોજે ચાંડપ ગામથી વાલાપુર જતાં રોડે હરેશભાઇ લાલશંકર દવેના ખતરના શેઢા ઉપર મકરોડીના ઝાડ નીચે ઝાડી જાંખરામાં એક સગીર યુવતીની કોઇ અજાણ્યા ઇસમે કોઇપણ કારણસર દુપટ્ટા વડે ગળે ફાંસો આપી મોત નીપજાવી ખુન કરી નાસી ગયેલ હોવા બાબતે ઇડર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઇડર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૨૦૮૭૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૨ મુજબનો ગુનો શોધી કાઢવા માટે સુચન કરેલ જે સુચના આધારે શ્રી.ડી.એમ.ચૌહાણ , નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી ઇડર વિભાગ , ઇડર નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી - સાબરકાંઠા તથા એસ.ઓ.જી સાબરકાંઠા તથા ઇડર પોલીસ સ્ટેશનની ટીમો ધ્વારા તાત્કાલિક અસરથી સઘન તપાસ આદરી મળી આવેલ સગીર યુવતીની લાશ બાબતે મરનારના બાપુજી પાસેથી મરનારને વિપુલસિંહ સ / ઓ દીપસિંહ અગરુસિંહ ઝાલા રહે રહે.કેશરપુરા , જહીરપુરા કંપા પાસે તા.ઇડર , જી.સાબરકાંઠાને પ્રેમસંબંધ હોવાની માહીતી મેળવી સદર વિપુલસિંહની યુક્તિ પ્રયુક્તિથી ઝિણવટ ભરી સઘન પુછપરછના અંતે તે ભાંગી પડેલ અને તેને મરનાર સગીરાને અન્ય કોઇકની સાથે સબંધ હોવાનો વહેમ રાખી તે બાબતે મરનાર સાથે બોલાચાલી કરી મરનારના જ દુપટ્ટાથી ગળાના ભાગે ફાંસો આપી જાનથી મારી નાંખી મરનારની લાશ ત્યાંજ બિનવારસી મુકી નાસી ગયેલ હોવાની કબુલાત કરતા સદર વિપુલસિંહ સ / ઓ દીપસિંહ અગરુસિંહ ઝાલા રહે - રહે.કેશરપુરા , જહીરપુરા કંપા પાસે તા.ઇડર , જી.સાબરકાંઠાને ગુનાના કામે આજરોજ તા .૧૦ / ૦૭ / ૨૦૨૨ ના ક .૧૫ / ૧૫ વાગે ઇડર પોલીસ સ્ટેશન અટક કરવામાં આવેલ છે.આમ સાબરકાંઠા પોલીસ ધ્વારા ચાંડપ ગામથી વાલાપુર જતાં રોડે ગળાના ભાગે દુપટ્ટાથી ફાંસો આપી ત્યજી દીધેલ લાશનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ખુનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે .

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.