રાજકોટએરપોર્ટ પર પકડાઈ ગયા; પ્રજાની નજરમાં જ રાજકીય દુશ્મન-બાકી ‘આપ’ ભી હમારે હૈ! - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nejm7vvu0vvxo57n/" left="-10"]

રાજકોટએરપોર્ટ પર પકડાઈ ગયા; પ્રજાની નજરમાં જ રાજકીય દુશ્મન-બાકી ‘આપ’ ભી હમારે હૈ!


રાજકોટ માં એરપોર્ટ પર પકડાઈ ગયા; પ્રજાની નજરમાં જ રાજકીય દુશ્મન-બાકી ‘આપ’ ભી હમારે હૈ!

ભાજપના સાંસદ રામભાઇ મોકરીયા, મંત્રી અરવિંદ રૈયાણી, શહેર પ્રમુખ કમલેશ મિરાણી, ‘આપ’ના ઉમેદવાર-નેતા વશરામ સાગઠીયા વગેરે આગેવાનો હોંશભેર મળ્યા હોય તેવો ઘાટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પારો અત્યારથી જ પરાકાષ્ટાએ પહોંચી ગયો છે. અત્યાર સુધી સામાન્ય રીતે ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે રાજકીય યુધ્ધ નજરે ચડતું હતું પરંતુ આ વખતે અત્યાર સુધી ભાજપ અને આમ આદમી પાર્ટી (આપ) ખુલ્લેઆમ એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા હોવાથી રાજકીય ગરમી વધી ગઇ છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુધ્ધના અપમાનજનક શબ્દો અને વાણી વિલાસે રાજકીય પારો ઉંચે ચડાવી દીધો છે. ભાજપ નેતાઓ માત્ર ઇટાલીયા સામે જ નહીં પરંતુ ‘આપ’ની અસલી હલ્કી માનસિકતા વિશે આકરા પ્રહારો કરી રહયા છે. રાજકીય રીતે એકબીજા વિરુધ્ધ બેફામ બોલતા ભાજપ-આપના નેતાઓ કદાચ એકબીજાની સામુ જોવાનું પણ ટાળતા હશે તેવી સામાન્ય લોકોના મનમાં છાપ હશે પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે છે.રાજકોટ એરપોર્ટ પર તેના પુરાવા પણ મળી ગયા હતા.

વડાપ્રધાન વિરુધ્ધ વાણી વિલાસ કરનારા ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની ગઇકાલે ધરપકડ બાદ છુટકારો થયો હતો અને દિલ્હીથી આજે સવારે સીધા રાજકોટ જ આવ્યા હતા. એરપોર્ટ પર તેમને આવાકરવા મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો-કાર્યકરો ઉમટ્યા હતા. આ જ વિમાનમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ આવવાના હોવાથી તેમને આવકારવા માટે ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત હતા. કેટલાક વખતથી એકબીજા પર આકરા પ્રહારો કરતા બન્ને પક્ષના નેતાઓ હોંશભેર મળ્યા હોય તેવો ઘાટ હતો.

ભાજપના સાંસદ રામભાઈ મોકરીયા, મંત્રી અરવિંદ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી વગેરેને રાજકોટ-71ની બેઠકના ‘આપ’ના ઉમેદવાર વશરામ સાગઠીયા ગાઢ મિત્રોની જેમ મળ્યા હતા. એક તબક્કે રૈયાણી તથા સાગઠીયાને ખાનગી વાત કરવી હોય તેમ સાઈડમાં પહોંચી ગયા હતા. ભાજપ-આપના અન્ય કાર્યકરો રીતસર જોતા જ રહી ગયા હતા. આ મુલાકાતો ચૂંટણઁી પૂર્વે કોઇ નવા રાજકીય રંગ ભરે છે કે કેમ તે વિશે અટકળો થવા લાગી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]