ધ્રાંગધ્રાની ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે પ્રામાણિકતાની ઉદાહરણ પુરુ પાડ્યુ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nchayyehltgaic37/" left="-10"]

ધ્રાંગધ્રાની ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે પ્રામાણિકતાની ઉદાહરણ પુરુ પાડ્યુ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા હાઇવે પર ચુલી ગામ નજીક આજે મોડી સાંજે ૭:૩૦ના વાગ્યાના સમય દરમિયાન NRI નરેન્દ્રકુમાર દવેના બાઇકને અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત સજાઁયો હતો જેમા નરેન્દ્રકુમાર દવેને પગ તથા માથાના ભાગે ગંભીર ઇજાઁ ઓ પહોચી હતી જ્યારે અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક નાશી છુટ્યો હતો પરંતુ રાહદારીઓ દ્વારા તુરંત ઇમરજન્સી સેવાને જાણ કરતા ૧૦૮ના પાઇલોટ કનુભાઇ ગઢવી તથા ઇ.એમ.ટી હીનાબેન રાઠોડ તુરંત ઘટના સ્થળે પહોચી પ્રાથમિક સારવાર હાથ ધરી વધુ સારવાર અથેઁ ઇજાઁગ્રસ્તને હોસ્પીટલ ખસેડ્યા હતા. આ તરફ ઇજાઁગ્રસ્ત NRI નરેન્દ્રકુમાર દવે પાસેથી રોકડ ૬૫૦૦૦, સોનાની ચેઇન-વીટી તથા મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી પરંતુ ઇજાઁગ્રસ્ત ભાનમાં નહિ હોવાથી હોસ્પીટલ ખાતે સારવાર બાદ ૧૦૮ની ટીમ હીનાબેન રાઠોડ તથા કનુભાઇ ગઢવી દ્વારા ઇજાઁગ્રસ્તના પરીવારજનોને રોકડ તથા સોનાની ચીજ વસ્તુઓ સુપ્રત કરી ગંભીર રીતે ઇજાઁગ્રસ્ત NRI નરેન્દ્રકુમાર દવેનો જીવ બચાવી માનવતા સાથે પ્રામાણીકતાનુ પણ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]