માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા જોગ સંદેશ - At This Time

માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા જોગ સંદેશ


માળીયા હાટીના પો.સ્ટે. વિસ્તારમાં તા.૨૨/૦૧/૨૦૨૪ ના રોજ શ્રી રામ જન્મ સ્થાન અયોધ્યા મંદીરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર હોય તે સંદર્ભ માળીયા હાટીના પો.સ્ટે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે માળીયા હાટીના પોલીસ કટીબદ્ધ છે. જાહેર જનતાને નમ્ર અપીલ કે કોઇ પણ જાતની અફવા કે ખોટા સોશયલ મીડીયાના મેસેજો માનવા નહી તેમજ ફોરવર્ડ કરવા નહી જેથી જીલ્લામાં શાંતી જળવાઇ રહે.

કોઇ પણ ઉશ્કેરણીજનક કે કોઇ સમાજની ધાર્મીક લાગણી દુભાય એવી કોઇપણ જાતની અફવાઓ, ખોટા મેસેજ, ઓડીયો, વિડીયો કોઇ પણ પ્રકારના સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર મોકલવા કે ફોરવર્ડ કરવા નહી.

જો કોઇ પણ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરશે અથવા કોઇ વ્યક્તિ મારફતે કરાવી કોમી એખલાસ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેઓ વિરુધ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જુનાગઢ દ્વારા વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુક, સ્નેપચેટ, જેવી તમામ સોશ્યલ સાઇટ્સ ઉપર અલગ-અલગ ટીમો બનાવી આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત બાજ નજર રાખવામાં આવે છે. જેની તમામે નોંધ લેવી.

કોઇ પણ અનીચ્છનીય બનાવ બને તો જુનાગઢ જીલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર ૧૦૦ અથવા માળીયા હાટીના પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૭૦-૨૨૨૨૫૪ ઉપર જાણ કરવા વિનંતી છે.

સાવધાન રહો, સુરક્ષીત રહો.
માળીયા હાટીના પોલીસ... આપની સાથે, આપના માટે...

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.