અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં દબાણ હટાવવાની જે કાર્યવાહી ઔડાએ કરવાની હોય, ત્યાં ગેરકાયદેસર રીતે મ્યુનિસિપલ એસ્ટેટ કાર્યવાહી કરી રહ્યું છે. - At This Time

અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં દબાણ હટાવવાની જે કાર્યવાહી ઔડાએ કરવાની હોય, ત્યાં ગેરકાયદેસર રીતે મ્યુનિસિપલ એસ્ટેટ કાર્યવાહી કરી રહ્યું છે.


અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા સરદાર પટેલ રિંગ રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવાની ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવી છે. જે કામગીરી ઔડા દ્વારા કરવાની થાય છે .પોતાની હદમાં જવાબદારીમાં એસ્ટેટ વિભાગ ઉંણા ઉતરે છે અને કામગીરી કરી શકતું નથી. ઔડાના રીંગરોડ ઉપર એએમસી દ્વારા સ્ટ્રીટ લાઈટ કે રસ્તા પાકા કરવા ખાડા ખૈયા પુરવા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી.પરંતુ હરખપદુડા એસ્ટેટ વિભાગના કેટલાક બે જવાબદાર કર્મચારીઓ પોતાની જવાબદારી ભૂલી જઇ અને અન્ય સ્થળે દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવે છે અને દેખાવ કરી ઉપલા અધિકારી અને નામદાર હાઇકોર્ટને ગેરમાર્ગે દોરે છે.

ખરેખર પૂર્વઝોનમાં આવેલા રામોલ રામોલ ન્યુ.મણિનગર રામોલ ગામ થી રીંગરોડ સુધી ખાનવાડી આ સ્થળોએ રોડ ઉપર શ્રી નંદ સીટી 7 સામે ગેરકાયદેસર લારીઓ ઉભી રાખી વાહનચાલકો અને રહીશોને ટ્રાફિકમાં ધકેલી દઈ પરેશાન કરે છે તેમજ વાલા દવાલાની નીતિ ચલાવી નોટિસો આપી અમુક બાંધકામ દૂર કરે છે .બાકીના બાંધકામો મોટો ભ્રષ્ટાચાર કરી નોટિસ આપી કોઈ અમલ ન કરી સંતોષ માને છે.બિલ્ડરોને રસ્તા ખુલ્લા કરી આપવા તેમજ ફાઈલો મંજૂર કરવી ઝડપથી અધૂરા બિલ્ડીંગ હોય તોય વહીવટ લઇ બીયુ પરમિશન આપી દેવામાં આવે છે, અને ગરીબ ચાલીઓ વાળા ને નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ રસ્તો ગટર પાણી સ્ટ્રીટલાઇટ આપવા માટે એનઓસી આપવાની હોય છે જે ત્રણ વર્ષથી અરજી કરેલ હોઈ છતાં પણ એનઓસી સર્ટી આપવામાં આવતી નથી. આ અંગે સ્થાનિક રહીશો આગેવાનો દ્વારા આવા અધિકારી સામે એન્ટ્રી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા આવક કરતા વધારે અપ્રમાણસર મિલકત ધરાવનાર પૂર્વઝોનમાં તથા રામોલ હાથીજણ વોર્ડના અધિકારીઓ સામે તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.

PUBLISH BY : SAURANG THAKKAR, AHMEDABAD


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.