બિલકીશ બાનું કેશ માં થયેલ ગેંગરેપ અને હત્યાં ના આરોપીઓ ને સજા માફી આપી દેવાતા વંથલી કોંગ્રેસે આપ્યું આવેદન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mpdl3hd5f9rgqrxv/" left="-10"]

બિલકીશ બાનું કેશ માં થયેલ ગેંગરેપ અને હત્યાં ના આરોપીઓ ને સજા માફી આપી દેવાતા વંથલી કોંગ્રેસે આપ્યું આવેદન


-ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ની કોમી રમખાણો દરમિયાન બિલ્કીસબાનુ પર થયેલ ગેંગરેપ અને તેના પરીવારના સાત સભ્યોની હત્યાના ગંભીર ગુન્હા માં સંડોવાયેલ ૧૧ આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા માફી આપીને છોડી મુકવાના નિર્ણય કરાતાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે સરકાર તાત્કાલિક આ નિર્ણય પરત ખેંચી અને આરોપીઓને પુનઃ જેલ હવાલે કરે તેવી માંગ સાથે આજે વંથલી મામલતદાર મારફતે -વંથલી શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી‌…

આ બાબતે કોંગી અગ્રણીઓ એ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ૨૦૦૨ ના કોમી તોફાનો સમયે બિલ્કીસબાનુ પર થયેલ ગેંગરેપ તથા તેમના પરીવારના ૭ સભ્યોની હત્યાના ૧૧ અપરાધીઓને ગુજરાત સરકારનો માફી આપીને છોડી મુકવાનો નિર્ણય આધાતજનક હોય જેથી તાત્કાલીક આ મામલે હસ્તક્ષેપ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારના અપરાધીઓને માફી આપવાના નિર્ણયને પાછો લેવામાં આવે તે જરૂરી છે.

લાચાર અને નિસહાય ગર્ભવતી મહીલા બિલ્કીસબાનુ ઉપર થયેલ સામુહીક ગેંગરેપ અને તેમના પરીવારના ૭ સભ્યોની હત્યા કરનારા અપરાધીઓને છોડી મુકવાનો આદેશ સ્વતંત્રતા દિવસે કરીને ગુજરાતની ભાજપ સરકારે સ્વતંત્ર દિવસ કલંકીત કરેલ છે, પરંતુ આવા નિર્મમ હત્યારાઓને મુક્ત કરવા જોઈએ નહીં. ગુજરાત ભાજપ સરકારે બિલ્કીસબાનુ સામુહીક બળાત્કાર મામલામા સાત અપરાધીઓને માફી આપીને ખુબજ મોટો અન્યાય કર્યો છે જેથી ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા લોકો માટે આ નિર્ણય ખુબજ નીરાશાજનક છે. આવા ગંભીર ગુન્હામાં કોર્ટ દ્વારા સજા પામેલા અપરાધીઓની સજા માફ કરવી એ બીલકીશબાનો કેશમા હળાહળ અન્યાય છે

બિલ્કીસબાનુ સાથે જ્યારે બળાત્કાર થયો ત્યારે તેના પેટમાં ૫ મહીનાનો ગર્ભ હતો તેમની ૩ વર્ષની દિકરી સહીત પરીવારના ૭ સભ્યોની તેમની આંખોની સામે બેરેહેમીથી હત્યા કરવામાં આવેલ હતી. આવા અપરાધીઓને સખતમા સખત સજા મળવી જોઈએ. એમનાથી વિપરીત ગુજરાતની ભાજપ સરકાર આવા જઘન્ય અપરાધોના અપરાધીઓને માફ કરી દીધા છે એ સૌથી મોટી આધાતજનક વાત છે

આ આવેદનપત્ર આપતી વખતે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દી, તાલુકા પ્રમુખ મનસુખ પાડલિયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરિભાઈ કણસાગરા, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ લાડાણી, શીરાઝ વાજા,હાશમ સાંધ, માણાવદર તાલુકા પ્રમુખ જીગ્નેશ છેયાં, રફીકશા સર્વદી, તૌસીફ અઝીઝ સહીત ના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]