મુળી ના ધર્મેન્દ્ર સિંહ પરમાર ની સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mk1ixkz0mnvxcxux/" left="-10"]

મુળી ના ધર્મેન્દ્ર સિંહ પરમાર ની સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી


*સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર સિંહ પરમાર ની વરણી*

*કોંગ્રેસ કાર્યકરોમાં આનંદ ની લાગણી સાથે શુભેચ્છા પાઠવી*

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા મુળી ના ધર્મેન્દ્ર સિંહ પરમાર ની વરણી કરવામાં આવતાં સમગ્ર જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો માં આનંદ ની લાગણી ફેલાઇ હતી ધર્મેન્દ્ર સિંહ પરમાર એડવોકેટ સાથે અનેક સંસ્થાઓ માં જોડાયેલ હોય અને ક્ષત્રિય સમાજ નાં આગેવાન સાથે સમગ્ર સમાજ માં અદકેરું માન સાથે લાગણી સાથે જોડાયેલા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ વધું મજબૂત આવનાર સમયમાં થશે પરમાર ની નિમણુંક ને તમામ સમાજના આગેવાનો એ વધાવી લીધી છે અને તેઓ કોંગ્રેસ નાં પાયા નાં કાર્યકર હોય અને સૌને સાથે રાખી ચાલવાની તેમની કાયમ લાગણી રહી છે તેનાં જ ફળ સ્વરૂપે આ હોદ્દો મળેલ છે ધર્મેન્દ્ર સિંહ પરમાર એ જણાવ્યું હતું કે હું આ નિમણૂક ને સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નો આભાર વ્યક્ત કરું છું કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે તેને હું સુપેરે નિભાવી ને પરીણામ સુધી લઈ જ‌ઈશુ કોંગ્રેસ નાં કાર્યકરો મારા માટે તમામ લડાયક આગેવાન છે તેઓને સાથે રાખી મજબૂત સંગઠન દ્વારા આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી માં ખુબ સારું પરીણામ લાવી પાંચ બેઠકો કોંગ્રેસ ને ફાળે જશે તેનો મને કાર્યકરો પર ભરોસો છે ખાસ મુળી તાલુકાનાં કાર્યકરોમાં આનંદ સાથે શુભેચ્છા પાઠવી રહ્યા છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]