ATS-વડોદરા SOGનું મેગા સર્ચ ઓપરેશન: સાવલીમાંથી રૂ.1000 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયુ - At This Time

ATS-વડોદરા SOGનું મેગા સર્ચ ઓપરેશન: સાવલીમાંથી રૂ.1000 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયુ


-નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. અમદાવાદ, તા. 16 ઓગસ્ટ 2022, મંગળવારગુજરાતમાં એક બાદ એક અલગ-અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સના દૂષણને ડામવા માટે ગુજરાત ATS અને વડોદરા SOGએ એક મોટું સંયુકત ઓપરેશન પાર પાડ્યું છે.વડોદરા મધ્યગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનું નામ અને સ્થાન ધરાવે છે. વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં કેમીકલ ફેક્ટરી શરૂ કરવાની અગાઉ જાહેરાત કરતા જ સ્થાનિકોને નોકરી મળશે તેવી આશા હતી, પણ કેમીકલ ફેક્ટરીની આડમાં ચાલતા કાળા ધંધાનો આજે પર્દાફાશ થયો છે.  નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કંપની કોરોનાની દવા હાઇડ્રોક્લોરો ક્વીન બનાવતી હતી અને તેની આડમાં નશીલા ડ્રગ્સ પણ બનાવતી હતી. ગઈકાલ રાતથી આ સર્ચ ઓપરેશન ચાલુ હતુ જેમાં સાવલી મોક્સી રોડ પર આવેલ GK માર્બલ કંપનીમાં દરોડા પાડતા જાણવા મળ્યુ કે, આ કંપનીમાં માર્બલના ભૂકાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હતો. મેગા ઓપરેશનમાં MD ડ્રગ્સ સાથે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે.  પ્રાપ્ત માહિતી અનુસાર 200 કિલો ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હોવાનુ જાણવા મળી રહ્યું છે. વડોદરા પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે.વડોદરાના સાવલીમાંથી રૂ.1000 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયુનેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ ઝડપાયુ#Vadodara #GujaratDrug #FSL #MDDrugs #GKMarble #ATS #VadodaraSOG pic.twitter.com/8pBs9R2pHO— Gujarat Samachar (@gujratsamachar) August 16, 2022 ગુજરાત ATS,વડોદરા SOGનું સંયુક્ત ઓપરેશન મળતી માહિતી પ્રમાણે ગુજરાત ATS(Gujarat Anti Terror Squad)ની રેડમાં સ્થળ પરથી અંદાજિત રૂ. 1000 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સની ચોક્કસ કિંમત કેટલી છે તે ફોરેન્સીક તપાસ બાદ જાણી શકાશે. હાલ પોલીસ દ્વારા આ મામલામાં કયા મોટા માથા સંડોવાયેલા છે, ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી આવતો હતો, તેને બનાવીને ક્યાં મોકલવામાં આવતો હતો, સહિતના મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીનું નામ નેક્ટર કેમ છે, તે સાંકરદા-ભાદરવા રોડ, મોક્સી ગામ, સાવલી ખાતે આવેલી છે.વડોદરા પાસેથી આટલી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ પકડાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. હાલ આ મામલે હજી ગુજરાત એ.ટી.એસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહીં છે. નેકટર કેમ કંપનીમાંથી મળી આવેલા ડ્રગ્સની ફોરેન્સીક તપાસ પણ કરવામાં આવી રહીં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.