સિહોર યુવા પરશુરામ ગ્રુપ ના રાસગરબા તેમજ પેઇન્ટિંગ એક્ઝિબિશન ખુલ્લું મુક્તા ધવલ દવે. - At This Time

સિહોર યુવા પરશુરામ ગ્રુપ ના રાસગરબા તેમજ પેઇન્ટિંગ એક્ઝિબિશન ખુલ્લું મુક્તા ધવલ દવે.


સિહોર સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપ આયોજિત પરશુરામ જન્મોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે બ્રહ્મપરિવાર ના રાસ ગરબા તેમજ ભૂલકાઓ ની પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાયું હતું
સિહોર પરશુરામ ગ્રૂપ આયોજિત પરશુરામ જન્મોત્સવ અંતર્ગત પેઈન્ટિંગ એક્ઝિબિશન ભાજપ ના કદાવર સ્ટાર પ્રચારક રાજકોટ ના પ્રભારી અને સિહોર બ્રહ્મસમાજ નું ગૌરવ સિહોર ના સપૂત ધવલ દવે દ્વારા ખુલ્લું મુકાયું હતું અને ધવલ દવે દ્વારા દરેક બાળ પેઇન્ટરો ને શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે હળવાશની પળો માં ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ હિરેન પંડ્યા ની સાથે સ્ટેજ પર ઉપસ્થિત રહી એક રાધા... એક મીરા.....દોનો ને ભક્તિ સોન્ગ પોતાના અવાજમાં ગાઈ દરેક ને મંત્રમુગ્ધ કર્યા હતા
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ દીપકભાઈ જાની તથા ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.