BJP નેતા શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં હોબાળો કરનારા 6 આરોપીઓને મળ્યા જામીન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6-accused-who-rioted-in-support-of-bjp-leader-shrikant-tyagi-got-bail/" left="-10"]

BJP નેતા શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં હોબાળો કરનારા 6 આરોપીઓને મળ્યા જામીન


- આ તમામ આરોપીઓએ 8 ઓગષ્ટના રોજ સોસાયટીમાં હંગામો કર્યો હતોનોઈડા, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવારનોઈડામાં એક મહિલા સાથે ઉદ્ધત વર્તન કરનાર શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં ઓમેક્સ સોસાઈટીની અંદર ઘૂસીને હંગામો કરનારા 6 આરોપીઓના જામીન મંજૂર થઈ ગયા છે. આ તમામ આરોપીઓએ 8 ઓગષ્ટના રોજ સોસાયટીમાં હંગામો કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેઓની ધરપકડ કરી જેલ મોકલી દીધા હતા. નોઈડા પોલીસે એક મહિલા સાથે ઉદ્ધત વર્તન કરનાર આરોપી શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં પીડિત મહિલા સાથે ગેરવર્તન કરવા અને તેમને ધમકાવાના આરોપમાં 6 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપી ગાઝિયાબાદના રહેવાસી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોના કેટલાક સાથી ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સેક્ટર 93-બી સ્થિત એક સોસાયટીમાં રહેનારી પીડિત મહિલાના ઘરે રવિવારે રાત્રે લોકેન્દ્ર ત્યાગી, રાહુલ ત્યાગી, રવિ પંડિત, પ્રિન્સ ત્યાગી, નિતિન ત્યાગી, ચર્ચિલ રાણા સહિત 10થી વધુ લોકો પહોંચ્યા હતા. આ લોકોએ શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ કેસ દાખલ કરનારી મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું અને તેને ધમકાવી પણ હતી. વધુ વાંચો: નોઈડાની પૉશ કોલોનીમાં ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીની મહિલા સાથે ગાળાગાળીજિલ્લા કોર્ટે આપ્યા જામીનઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી. આ બધા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 9 ઓગષ્ટના રોજ પોલીસે આ બધાને જેલમાં મોકલ્યા હતા. હવે જિલ્લા કોર્ટે આ બધાને જામીન આપી દીધા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]