વિરનગર ગામ ખાતેથી એક ઇસમને ગેરકાયદેસર પિસ્ટલ હથીયાર સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ

વિરનગર ગામ ખાતેથી એક ઇસમને ગેરકાયદેસર પિસ્ટલ હથીયાર સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ


વિરનગર ગામ ખાતેથી એક ઇસમને ગેરકાયદેસર પિસ્ટલ હથીયાર સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ

એસ ઓ જી બ્રાન્ચ ને બાતમી આધારે હકિકત મળેલ કે,મનોજભાઇ ઉર્ફે ભાણો સન ઓફ ધીરૂભાઇ બાવીસીયા રહે, વિરનગર તા-જસદણ વાળો ગેરકાયદેસરની પિસ્ટલ હથીયાર પોતાની પાસે રાખેલ છે અને તે વિરનગર સ્થિત પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને હાજર છે. તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર પકડી પાડી આટકોટ પો.સ્ટે ખાતે ગુન્હો નોંધાયો હતો અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ પકડાયેલ આરોપી મનોજભાઇ ઉર્ફે ભાણાની પ્રાથમીક પુછપરછ કરતા વિરનગરના રહેવાશી પરેશભાઇ પ્રેમજીભાઇ રાદડીયા સાથે મન દુખ ચાલતુ હોય જેથી પોતાની પાસે હથિયાર રાખેલ હોવાનુ પ્રાથમીક તપાસમાં જણાયેલ હતુ. પકડાયેલ આરોપીનું નામ મનોજભાઇ ઉર્ફે ભાણો ધીરૂભાઇ બાવીસીયા જાતે-પટેલ ઉ.વ-૪ર ધંધો-ખેતી રહે,વિરનગર તા-જસદણ અને કબ્જે કરેલ મુદામાલમાં દેશી બનાવટની લોખંડ ધાતુની પિસ્ટલ નંગ-૧ જેની કિંમત રૂ. ૧૫,૦૦૦/- કબ્જે કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »