બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી ગુમ થયેલ વૃદ્ધ વ્યક્તિને ગણતરીની કલાકોમાં જ શોધી કાઢતી બોટાદ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lehd2wip7xeeod4y/" left="-10"]

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી ગુમ થયેલ વૃદ્ધ વ્યક્તિને ગણતરીની કલાકોમાં જ શોધી કાઢતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી ગુમ થયેલ વૃદ્ધ વ્યક્તિને ગણતરીની કલાકોમાં જ શોધી કાઢતી બોટાદ પોલીસ

ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા ગુમ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવાની સુચના આપેલ હોય જેની મ્હે. પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારી, મહર્ષિ રાવલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામાં અમલવારી કરાવવામાં આવી રહી છે.
બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ એક અરજદાર આવેલ અને જણાવેલ કે તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ક.૦૫/૦૦ થી ૦૬/૦૦ વાગ્યાના અરસામાં અરજદારના પિતા કે જેઓ ઉમરલાયક હોય અને ઓછું સાંભળતા હોય જેઓ તેમની જાતે એકલા ઘરેથી કોઇને કાઇ કહ્યા વગર જતા રહેલ હોય, અને હજી સુધી ઘરે પરત આવેલ નથી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા નેત્રમ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારીનાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા જ્યોતિગ્રામ સર્કલ લોકેશનનાં કેમેરામાં ગુમ થયેલ વૃદ્ધ વ્યક્તિ ચાલીને જતા દેખાઇ આવેલ ત્યારબાદ તે વૃદ્ધ વ્યક્તિ જ્યોતિગ્રામ સર્કલ પર દેખાઇ આવતા ત્યારબાદ તપાસ કરતા તેઓ ટ્રાવેલ્સમાં બેસીને ગઢડા તરફ ગયેલ હોવાનું જાણવા મળેલ ત્યારબાદ ગઢડા તપાસ કરતા સરકારી હોસ્પિટલ ગઢડાથી ગુમ થયેલ વૃદ્ધ વ્યક્તિ મળી આવેલ.

કામગીરીમાં જોડાયેલ અધિકારી તથા કર્મચારીઓ:-

(૧) પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી નેત્રમ ઇન્ચાર્જ
(૨) એ.એસ.આઈ. સી.બી.ચાવડા (બોટાદ પો.સ્ટે.)
(૩) અના.હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ
(૪) અના.પો.કો. ધર્મેશભાઈ અરવિંદભાઈ જીડીયા
(૫) આ.પો.કો. શીતલબેન કરશનભાઈ ડાભી
(૬) અના.પો.કો. સોનલબેન બટુકભાઈ ડાભી
(૭) અના.પો.કો. જયાબેન મશરૂભાઈ જીડીયા

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]