ચુનાખાણ પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવતા જળસંપત્તિ અને કલ્પતરૂના સચિવશ્રી વી.બી.દેસાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mbcc7zyvxiy3rpoj/" left="-10"]

ચુનાખાણ પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવતા જળસંપત્તિ અને કલ્પતરૂના સચિવશ્રી વી.બી.દેસાઈ.


સ્માર્ટ સ્કૂલ ભિલોડા તાલુકાના ચુનાખાણ પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવતા જળસંપત્તિ અને કલ્પતરૂના સચિવશ્રી વી. બી. દેસાઈ

રાજ્યમાં ત્રણ દિવસથી ચાલી રહેલા કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને શાળામાં નામાંકન નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે ગુજરાત નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ શ્રી બી.બી દેસાઈએ ભિલોડા તાલુકાના પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવ્યો હતો.સાથે એક દિવ્યાંગ બાળકને પણ પ્રવેશ અપાવ્યો હતો.

સચિવશ્રીએ બાળકોને નિયમિત શાળામાં આવવા અને સારી કારકિર્દી ઘડતર માટે ની શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે સચિવશ્રીએ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. શાળામાંથી ખેલ મહાકુંભ 2022 યોજાયેલ ખેલ મહાકુંભમાં પહેલા બીજા અને ત્રીજા ક્રમે આવેલ દિવ્યાંગ બાળકોને તથા દાતાશ્રીઓને સન્માનવામાં આવ્યા હતા.

સચિવ શ્રી તથા મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું,તથા ટ્રાન્સપોર્ટેશન વાહનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સી.આર.સી શ્રી ચૌધરી,સમદર્શન શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ, તિથિ ભોજન ના દાતા, શ્રી જયંતીભાઈ બળેવિયા શ્રી નાનજીભાઈ બોડાત, શાળા વ્યવસ્થાપન સમિના અધ્યક્ષ શ્રીમતી ચંદ્રીકાબેન જોષીયારા, તથા શાળાના શિક્ષક, ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]