આજે જાહેરમાં ગંજીપાના- પતા પૈસાથી જુગાર રમતા 3 ઈસમને રોકડ રૂ૫૦,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર - At This Time

આજે જાહેરમાં ગંજીપાના- પતા પૈસાથી જુગાર રમતા 3 ઈસમને રોકડ રૂ૫૦,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર


પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી રથયાત્રા સંદર્ભે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પાલીતાણામા રંડોળારોડ વીરપુરગામ ખાતે આવેલ વેણકાની પાસે બાવળની કાટમા ખુલ્લી જાહેર જગ્યામા જુગાર રમાતો હોવાની મળેલ બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં ઈસમો ગંજીપતાનાં પાના-પૈસાથી તીનપત્તીનો જુગાર રમતાં ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૫૦,૪૦૦/- સાથે ઝડપી પાડેલ.જે અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓ
1. મુનાભાઇ શંભુભાઇ રાઠોડ ઉ.વ.૩૫ ધંધો-હિરા મજુરી રહે.વિરપુર ગામ, વાડી વિસ્તાર તા.પાલીતાણા જી.ભાવનગર
2. કીરણભાઇ ઉર્ફે ગંગો દીપકભાઇ મકવાણા ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.વિરપુરા ગામ, તપસ્વિ બાપુની મઢીપાસે તા.પાલીતાણા જી.ભાવનગર
3. અશ્વિનભાઇ વેલજીભાઇ રાઠોડ ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે.વિરપુર ગામ નવા પ્લોટ, તા.પાલીતાણા જી.ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઈ લાંગાવદરા, હરેશભાઈ ઉલવા, બિજલભાઈ કરમટીયા, હરિચન્દ્રસિંહ ગોહીલ, શકિતસિંહ સરવૈયા. જોડાયા હતાં રીપોર્ટઅશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.