મજૂરોના 6 હજાર બાળકોને નિ:શુલ્ક શિક્ષણ અપાશે - At This Time

મજૂરોના 6 હજાર બાળકોને નિ:શુલ્ક શિક્ષણ અપાશે


દેશનો પ્રથમ પ્રયોગ } પ્રથમ તબક્કામાં મજૂરવર્ગના 4થી 10 વર્ષની ઉંમરના 150 બાળકોને દત્તક લેવાશે, અભ્યાસનો તમામ ખર્ચ વી.એમ.મહેતા ફાઉન્ડેશન ઉઠાવશે

વી.એમ.મહેતા ફાઉન્ડેશન દ્વારા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સહયોગથી સંભવત: ભારતભરમાં પ્રથમ વખત શહેરની જુદી જુદી બાંધકામની સાઈટ ઉપર કામ કરતા મજૂરવર્ગના 4થી 10 વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવાનો નિર્ધાર જીનિયસ ગ્રૂપ ઓફ ઈન્સ્ટિટ્યૂશન્સના ચેરમેન ડી.વી. મહેતા દ્વારા કરવામાં આવ્યો છે. આ અભિયાનનો શુભારંભ રાજકોટ કલેક્ટર અને કમિશનરના હસ્તે અને રાજકોટના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.