ક્લીન રાજકોટ- ગ્રીન રાજકોટ માટે શહેરીજનોએ વૃક્ષારોપણ અને સ્વચ્છતા જાળવવા સંકલ્પ લીધા - At This Time

ક્લીન રાજકોટ- ગ્રીન રાજકોટ માટે શહેરીજનોએ વૃક્ષારોપણ અને સ્વચ્છતા જાળવવા સંકલ્પ લીધા


ગ્રેટર ચેમ્બર આયોજિત સેમિનારમાં શિક્ષણવિદો, પયાર્વરણપ્રેમી હાજર રહ્યા

પર્યાવરણનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે રાજકોટ ગ્રેટર ચેમ્બર દ્વારા ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, શિક્ષણવિદ, પર્યાવરણ પ્રેમી ઉપરાંત શહેરીજનો હાજર રહ્યા હતા. સેમિનારમાં ઉપસ્થિત સૌ કોઇએ પર્યાવરણ જતન માટે વૃક્ષ વાવેતર અને સ્વચ્છતા જાળવવા માટે સંકલ્પ લીધા હતા. તેમજ ટ્રાફિક સમસ્યા હલ કરવા, શહેરમાં પ્રદૂષણ દૂર કરવા અને અટકાવવા માટેના સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રેટર ચેમ્બરના પ્રમુખ રાજીવ દોશીએ જણાવ્યું હતું કે, આપણા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટેની જવાબદારી આપણા સૌ કોઈની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.