મોડાસામાં કૉલેજ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળા મા કૉલેજ ના 77 વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણે પસંદગી પામ્યા. - At This Time

મોડાસામાં કૉલેજ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળા મા કૉલેજ ના 77 વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણે પસંદગી પામ્યા.


 શ્રી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. કે. શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટસ કોલેજ  કોમર્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો આર્ટસ કૉલેજ ના પ્રિન્સીપાલ ડૉ ડી.એચ.જોષી . કોમર્સ કૉલેજ ના પ્રિન્સીપાલ મોહનભાઈ પટેલ. જિલ્લા રોજગાર ના ધારાબેન પંડ્યા માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી મોડાસા દ્વારા આયોજિત ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. જેમાં કુલ સાત કંપનીના એમ્પ્લોયરો હાજર રહ્યા. જેમાં કુલ ૯૧ નોકરી વાંચ્છું ભાઈઓ બહેનોએ પોતાની કારકિર્દી માટે ભાગ લઈ તમામે પોતાનો મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યો. જેમાંથી ૭૭ વિધાર્થીઓ પ્રાથમિક બેઝ પર સિલેક્ટ થયા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના પ્રમુખ શ્રીનવીનચંદ્ર આર.મોદી . ઉપપ્રમુખ.સુભાષભાઈ શાહ સાથે મંડળનાં પ્રભારી મંત્રીશ્રી મહેન્દ્રભાઈ શાહે .આ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી.  આ ભરતીમેળાનુ સફળ સંચાલન કો. ઓર્ડીનેટર પ્રા  કમલેશ ગોસ્વામી અને કે. કે મુજપરાએ કર્યું.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.