બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ના અધ્યક્ષસ્થાને બાયડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. - At This Time

બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ના અધ્યક્ષસ્થાને બાયડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.


લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે ત્યારે ૫-સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સંસદીય ચૂંટણી માટે ચૂંટણી પ્રચારના હવે ગણતરીના કલાકો બાકી હોય ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર તરફથી જાહેર કાર્યકમોમાં પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બાયડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમ યોજાયો જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ અરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને બાયડ ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપા લોકસભાના ઉમેદવાર શોભનાબેને બાયડના અને આજુબાજુના મતદારોને 100% બહુમતીથી મતદાન કરી અને ભાજપને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.