ડભોઈ - દર્ભાવતિ નગરીમાં ઐતિહાસિક અંબા માતા મંદિરે ત્રિદિવસીય પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - નગરયાત્રામા મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ldcy0miwschnshhn/" left="-10"]

ડભોઈ – દર્ભાવતિ નગરીમાં ઐતિહાસિક અંબા માતા મંદિરે ત્રિદિવસીય પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ – નગરયાત્રામા મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ઐતિહાસિક ડભોઈ - દર્ભાવતિ નગરનાં કંસારા બજારમાં આવેલ શ્રીમાળી સોની સમાજના અંબા માતાનાં મંદિરનો પુન:પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ માટે યોજાયેલ છે. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયાં હતાં.
આ ત્રિદિવસીય મહોત્સવ ત્રીજી ફેબ્રુઆરી થી પાંચમી ફેબ્રુઆરી દરમ્યાન યોજાયેલ છે. જે અંતર્ગત આજે પહેલાં દિવસે સવારે ૯ કલાકે સુશોભિત વિકટોરિયામાં માં અંબાને બિરાજમાન કરાયાં હતાં અને બેન્ડ વાજાના ભક્તિમય ગીતો સાથે માતાજી નગરયાત્રાએ નીકળ્યા હતાં. આ નગરયાત્રા - શોભાયાત્રા નગરનાં મુખય માર્ગો ઉપર નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયાં હતાં. ભકતજનોએ નગરનાં મુખ્ય માર્ગો ઉપર ખૂબ જ ઉત્સાહથી ભક્તિમય ગરબા ગાયાં હતાં જે સાથે શોભાયાત્રાની શાન વધારી હતી. ડભોઈ નગરનાં સોની સમાજનાં અગ્રણી વિજયભાઈ જયંતિભાઈ સોનીને ત્યાંથી મંદિરનાં શીખરે સ્થાપિત થનાર કળશોને ખૂબ જ સન્માન થી માતાજીની વિકટોરિયામાં બીરાજમાન કરાયાં હતાં અને નિજ મંદિર ખાતે લાવવામાં આવ્યાં હતાં.
આ ત્રણ દિવસ દરમ્યાન નિજ મંદિર ખાતે વિવિધ ધાર્મિક વિધિ પણ યોજાશે અને યજ્ઞની આહુતિ સાથે મંદિરમાં માતાજીને પુનઃ પ્રસ્થાપિત કરાશે. પાંચમી તારીખના રવિવારનાં રોજ સાંજે સોનાની વાડી ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ ભકતજનો મોટી સંખ્યામાં લેશે.
આજે યોજાયેલ શોભાયાત્રામાં નગરનાં સમગ્ર સોની સમાજનાં જ્ઞાતિજનો સાથે વિવિધ સમાજનાં આગેવાનો, ભકતજનો અને પ્રતિષ્ઠિત નાગરિકો માટે સંખ્યામાં જોડાયાં હતાં અને સમગ્ર માહોલ ભક્તિમય અને અનેરો બની રહયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]