પડધરી: પુત્રવધુને મરવા મજબૂર કરવાના ગુનામાં દિયર અને સાસુ-સસરા જામીન મુકત - At This Time

પડધરી: પુત્રવધુને મરવા મજબૂર કરવાના ગુનામાં દિયર અને સાસુ-સસરા જામીન મુકત


પડધરી તાલુકાના સરપદળ ગામે પુત્રવધુને ઘરકામ બાબતે શારીરિક માનસીક ત્રાસ આપી મરવા મજબૂર કરવાના ગુનામાં દિયર અને સાસુ-સસરાને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.

પડધરી તાલુકાના સરપદળ ગામે કુંજલબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતક કુંજલબેનના આમરણ ગામે રહેતા માતા પ્રભાબેન બટુકભાઈ થારુકીયાએ કુંજલબેનને ઘરકામ બાબતે શારીરીક માનસીક ત્રાસ આપી મરવા મજબુર કર્યાની સરપદડ ગામના સસરા હંસરાજ વીરજીભાઈ ડાભી, દિયર સંજય ઉર્ફે હાર્દીક ડાભી અને સાસુ તારાબેન ડાભી વિરૂધ્ધ પડધરી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં ત્રણેય આરોપીઓએ જામીન પર મુક્ત થવા સેસન્સ અદાલતમા રેગ્યુલર જામીન અરજી કરી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય આરોપીઓને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે બચાવ પક્ષે એડવોકેટ તરીકે સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન મોંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા, મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્સ રામાણી અને ભરત વેકરીયા રોકાયા હતા.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon