મહુવાની હનુમંત સ્કુલની મનમાની આવી સામે સરકાર શ્રીની RTE યોજનાના નિયમોના લીરેલીરા.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ld9lvmfr8mi56cfh/" left="-10"]

મહુવાની હનુમંત સ્કુલની મનમાની આવી સામે સરકાર શ્રીની RTE યોજનાના નિયમોના લીરેલીરા..


મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવાની હનુમંત સ્કુલ દ્વારા મનમાની ચલાવી સરકાર શ્રીના RTE યોજનાના નિયમોને મુક્યા નેવે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ દર વધે તેમજ સામાન્ય લોકોને સારૂ શિક્ષણ મફતમાં મળી રહે તેવા સારા આશયથી RTE 2005 એક્ટ મુજબ હર વર્ષે સામાન્ય લોકોના બાળકોને સારામાં સારૂ અને મફત શિક્ષણ મળી જાય તેવી સરસ યોજનાના નિયમોનું પાલન ન કરી અને પોતાની મનમાની ચલાવવાનું કામ મહુવા હનુમંત સ્કુલ દ્વારા કરવામાં આવ્યું છે. તેવી જાણકારી વાલી શ્રી દ્વારા જણાવી હતી.જોકે અગાવ પણ બીજા વાલીને પણ કોઈ કારણ વગર RTE માં સિલેક્ટ થઈ ગયા હતા તેમ છતાં હનુમંત સ્કુલ દ્વારા એમને પણ કોઇપણ કારણ વગર એડમિશન રદ કરી નાખેલ છે.જેની લેખિત ફરિયાદ વાલી દ્વારા ભાવનગર શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી.પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરી નથી તેવું બીજા વાલી નું કહેવું છે. જો પ્રિન્સિપાલ સાથે વાત કરો તો તે તેમના મેનેજમેન્ટ અને વકીલ સાથે વાત કરવાનું કહી ખોટી રીતે પોતાની મનમાની ચલાવી ગરીબ તથા વંચિત પરિવારના બાળકોના ભાવિ ભવિષ્ય સાથે ચેડાં કરે છે. તેમજ જાતીના આધારે એડમિશન રદ કર્યું હોય તેવું વાલીઓ દ્વારા આક્ષેપો કરાયા હતા. હવે સરકાર શ્રીની આટલી સરસ યોજના અને ભાવનગર જિલ્લાના શિક્ષણ મંત્રી હોવા છતાં જો આવી સ્કૂલો પોતાની મનમાની ચલાવી જાય તે સ્વીકાર્ય નથી વાલી શ્રીએ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘણીને મીડિયા સમક્ષ વાત કરતા પોતાના બાળકના ભાવિ ભવિષ્યને ઉજ્જવળ કરવા તેમજ હનુમંત સ્કુલ સામે કડક પગલાં ભરવા આજીજી કરી હતી..હવે આગળ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાશે કે નહીં તે જોવાનું...

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]