મોડીરાતે પાલનપુરમાં વૃધ્ધા ચોથા માળે ગેલેરીમાં ફસાયા, ફોન કરી મદદ માંગી - At This Time

મોડીરાતે પાલનપુરમાં વૃધ્ધા ચોથા માળે ગેલેરીમાં ફસાયા, ફોન કરી મદદ માંગી


- બહાર
ગયેલા પરિવારજનો જાણ કરતા ફાયર બ્રિગેડને જાણ કરી ઃ લાશ્કરો પાંચમાં માળેથી સેફ્ટી
બેલ્ટ પહેરી ચોથા માળે ઉતર્યા સુરત :પાલનપુર
ખાતે એપાર્ટમેન્ટમાં ચોથા માળે ગેલેરીમાં સોમવારે મોડી રાતે ફસાયેલા એક વૃદ્ધાએ
સંકટના સમયમાં મોબાઈલનો ઉપયોગ કરતા મદદ મળી હતી. જોકે ફાયરના જવાનોએ પાંચમા માળેથી
ચોથા માળે નીચે ઉતરીને તેમને બહાર કાઢ્યા હતા.

ફાયર
વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર ફાયર સ્ટેશન પાસે સિદ્ધિ વિનાયક
હાઈટ્સમાં ચોથા માળે રહેતા ૬૫ વર્ષીય હેમલતાબેન 
મિી ગત મોડી રાત્રે ચોથા માળે ગેલેરીમાં મોબાઇલ લઇને ગયા હતા. ત્યારે કાચની
સ્લાઇડર એકાએક બંધ થઇ જતા ખુલતી ન હોવાથી ગભરાઇ ગયા હતા. જયારે બીજી તરફ તેમનો
પુત્ર અને પતિ પણ બહાર હતા. સદનીસીબે મોબાઈલ તેમના હાથમાં જ હતો. જેથી તેમણે
સંકટના સમયે મોબાઈલથી તેમના પરિવારના સભ્યોને ફોન કરીને આ અંગે જાણ કરતી હતી. જેથી
તેમના પરિવારના સભ્યોેએ તરત નજીકમાં આવેલ પાલનપુર ફાયર સ્ટેશન જઇને જાણ કરતા
લાશ્કરો પહોંચ્યા હતા. ચેનનોટનો ઉપયોગ કરીને સેફટી બેલ્ટના સહારે પાંચમા માળેથી
ચોથા માળે રસોડા તરફની ગેલેરીમાં નીચે ઉતર્યા હતા અને  રસોડામાંથી અંદર જઇને બારી ખોલીને વૃધ્ધાને
સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા એમ ફાયર ઓફિસર કીત મોડે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.